3 કલાક પેહલા
- કૉપી લિંક
શહેરી વિસ્તારના ધારાસભ્યોને શહેરી મત ક્ષેત્રોમાં માર્ગ મરામત-માર્ગ વિકાસના કામો માટે 2023-24ના વર્ષમાં ધારાસભ્યદીઠ બે કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના શહેરી વિસ્તારોમાં માર્ગ-રોડ રસ્તાના કામો માટે શહેરી વિસ્તારના ધારાસભ્યોને રૂ. બે કરોડની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે.
માર્ગ-મકાન વિભાગમાંથી ગ્રાન્ટ ફાળવાશે
રાજ્યના શહેરી મત વિસ્તારોનું પ્રતિનિધિત્વ કરતાં ધારાસભ્યો પોતાના વિસ્તારમાં આ ગ્રાન્ટમાંથી માર્ગ મરામત અને માર્ગ વિકાસના કામો હાથ ધરી શકે તે હેતુસર ધારાસભ્યદીઠ રૂ. બે કરોડની ગ્રાન્ટ 2023-24ના વર્ષ માટે માર્ગ-મકાન વિભાગમાંથી ફાળવવામાં આવશે.
3 દિવસ પહેલાં દરેક મહિલા ધારાસભ્યને ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય
10 ઓગસ્ટે ગુજરાતના મખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહિલા ધારાસભ્યોને અધિક ગ્રાન્ટની ભેટ આપવાનો નિર્ણય કર્યો હતો. ભૂપેન્દ્ર પટેલે રાજ્યનાં મહિલા ધારાસભ્યોને લોકહિતનાં કામો માટે મળતી નિયમિત ગ્રાન્ટમાં 2023-24ના વર્ષ માટે સવા કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો હતો. આ ગ્રાન્ટનો ઉપયોગ મહિલા ધારાસભ્ય પોતાના વિસ્તારમાં રોડ-રસ્તા સારા બનાવવા પાછળ વાપરી શકશે.
.