સુરેન્દ્રનગર3 કલાક પેહલા
- કૉપી લિંક
પાટડી તાલુકાના માલવણ ટોલટેક્ષ પાસેથી એસટી ડેપોના બસ ડ્રાઈવર પાસે બસમાંથી વિદેશી દારૂની ત્રણ બોટલો ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. જેમાં રાજકોટ એસટી ડેપોના ચેકીંગ સ્કોર્ડ દ્વારા અચાનક દરોડો પાડી કાર્યવાહી હાથ ધરાઈ છે. બજાણા પોલીસે 56 વર્ષીય એસટી ડ્રાઈવરની અટક કરી કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની પ્રાપ્ત વિગતનુસાર પાટડી તાલુકાના માલવણ હાઇવે પર ટોલટેક્ષ પાસેથી રાત્રીના સમયે નીકળેલી હાલોલ ડેપોની હાલોલ કવાંટ ભુજ રૂટની બસમાં રાજકોટ એસટી ડેપોના ચેકીંગ સ્કોર્ડના ડેપો મેનેજર પીરમહમદ ઉંમરભાઈ મીર, વાઘુભા પ્રવિણસિંહ ઝાલા, નંદકિશોર રાણા અને સિદ્ધાંતભાઈ ધાંધલ સહિતના સ્ટાફ દ્વારા મળેલી બાતમીના આધારે અચાનક દરોડો પાડી આ બસના ડ્રાઈવર 56 વર્ષીય હીરાભાઈ હમીરભાઇ કટારીયા ( અનુ.જાતી, રહે- પાવાગઢ કઠોલા, તા. હાલોલ, જી. પંચમહાલ-ગોધરા )ને વિદેશી દારૂની રૂ. 900ની કિંમતની 3 બોટલો સાથે ઝબ્બે કરી બજાણા પોલીસ મથકને સોંપી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે બજાણા પોલીસ મથકના ગોવિંદભાઇ ભરવાડની ફરિયાદના આધારે બસના ડ્રાઈવર વિરુદ્ધ દારૂ અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ બજાણા પીએસઆઇ એસ.પી.ઝાલા ચલાવી રહ્યાં છે.