મહેસાણા40 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત નહેરુ યુવા કેન્દ્ર મહેસાણા દ્વારા જ્ઞાન જ્યોત યુવક મંડળના સહયોગથી સરદાર પટેલ સ્પોર્ટ સંકુલ ખાતે રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ખેલ દિવસ કાર્યક્રમમાં કબડ્ડી, વોલીબોલ જુડો, ખોખો, કરાટે જેવી અનેક રમતગમતનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં અંદાજે 150 થી વધુ જેટલા રમતવિરો ભાગ લઈને હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં યુવાઓને મેજર ધ્યાનચંદજીની સિદ્ધિઓ અંગેની જાણકારી આપવામાં આવી હતી તથા અભ્યાસની સાથે સાથે રમતગમતમાં પોતાનો સર્વાંગી વિકાસ થાય તે અંગે વિસ્તૃત માહિતી યુવાનોને આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં યુવક મંડળના પ્રમુખ તેમ જ રાષ્ટ્રીય યુવા કાર્યકર સુનિલભાઈ ચૌધરી તેમજ દેવરાજભાઈ ગાંધીએ કાર્યક્રમમાં સહયોગ આપ્યો હતો. તેમજ આ કાર્યક્રમ નેહરુ યુવા કેન્દ્ર મહેસાણા જિલ્લા એવા અધિકારી પંકજ ભાઈ મારેચાના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો.