જામનગરએક કલાક પેહલા
- કૉપી લિંક
જામનગર મહાનગરપાલિકા દ્વારા 25 દિવસના શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને શ્રાવણી મેળા વિખ્યાત છે ત્યારે સૌરાષ્ટ્રનું પેરિસ ગણાતું જામનગરમાં પણ મહાનગરપાલિકા દ્વારા શ્રાવણી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ખાસ કરીને આ વર્ષે લાઇટિંગ ડેકોરેશનનું આકર્ષણ રહેશે જ્યારે રંગેબેરંગી લાઇટિંગમાં જગમગતા મેળાની મોજ માણવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. જેમાં રાઈડમાં 18000 જેટલી એલઇડી ટ્યુબલાઈટ, બલ્બ અને હેલોજનનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
મોટી સંખ્યામાં શહેરીજનો રાત્રી દરમિયાન મેળા ની મોજ માણવા આવે છે અને મનોરંજનમાં રાઈડમાં થયેલા લાઇટિંગ ડેકોરેશનને પણ નિહાળે છે. અને લોકો પણ લાઇટિંગ ડેકોરેશનને જોઈને પણ મનમોહક થઈ જાય છે. બીજી બાજુ પવિત્ર શ્રાવણ માસના સાતમ આઠમ તહેવારના પૂર્વે શ્રાવણી મેળાના લાઇટિંગ ડેકોરેશનના દ્રશ્યો પણ મોટી સંખ્યામાં શહેરીજનો નિહાળવા માટે શહેરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આવે છે અને લોકો મેળાની મોજ માણી રહ્યા છે.
રાઈડ સંચાલન શબીરભાઈ લાઈટ ડેકોરેશન વિશે શું કહે છે?
જામનગર મહાનગરપાલિકા દ્વારા શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.જ્યારે આ મેળો 25 દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે આ મેળામાં લાઇટિંગથી ઝળહળી ઉઠ્યો છે. જ્યારે આ મેળામાં 18 લાખથી વધારે એલઇડી લાઇટ નો ખર્ચ કરવામાં આવ્યો છે અને બીજી તરફ જામનગર છોટી કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે એ રીતે જ આ મેળાનું આયોજન કરીને જેમાં 18000 થી વધારે એલઇડી લાઇટ અને બલ્બનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ લાઇટિંગમાં સૌરાષ્ટ્રમાં પહેલી વાર આ રીતે લાઇટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે આ શ્રાવણી મેળામાં 18 જેટલી મોટી રાઇડ અને 25 જેટલી રાઇડ બાળકોને લગાડવામાં આવી છે. અને બધી રાઇડમાં લાઇટિંગ ડેકોરેશન કરવામાં આવ્યું છ. અને પૂરતું મનોરંજન મળી રહે તેનું ખાસ ખ્યાલ રાખવામાં આવ્યું છે.