અમરેલી13 મિનિટ પેહલા
- કૉપી લિંક
દવાની આડમાં નશાકારક સિરપનું વેચાણ બેરોકટોક થઈ રહ્યું હોવાની ફરિયાદો ઉઠ્યા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે અમરેલી એસઓજીની ટીમે દામનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાતમીના આધારે દરોડો પાડી એક શખ્સના કબજામાંથી શંકાસ્પદ સિરપની 525 બોટલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
એસ.ઓ.જી. ટીમ દ્વારા દામનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન ખાનગી બાતમી મળતા ઉન્ડપા શેરીમાં રહેતા ગૌરાંગભાઇ વિનોદભાઇ ઠાકરનાં કબ્જા ભોગવટાનાં મકાનેથી 525 શંકાસ્પદ પીણાની બોટલ કબજે કરી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને FSLમાં તપાસ માટે મોકલી આપી છે. વધુ તપાસ દામનગર પોલીસને સોંપવામાં આવી છે.
અમરેલી જિલ્લામાં બાબરા અને બગસરા વિસ્તારમાંથી શંકાસ્પદ પીણાનો જથ્થો મળી આવ્યા બાદ હવે દામનગર વિસ્તારમાંથી મળી આવતા પોલીસ સતર્ક બની છે. આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓની સુચનાં અને માર્ગદર્શન હેઠળ અમરેલી એસ.ઓ.જી.પોલીસ ઈન્સ્પેક્ટર એસ.જી.દેસાઇ તથા એસ.જી.ઓ.પોલીસ સબ ઇન્સ્પેકટર એન.બી.ભટ્ટ તથા કે.ડી.હડીયા તથા એસ.ઓ.જી.ટીમ ના એ.એસ.આઇ. રફીકભાઇ રાઠોડ તથા યુવરાજસિંહ સરવૈયા, તથા પો.કોન્સ. જીજ્ઞેશભાઇ પોપટાણી, સ્વાગતભાઇ કુવરીયા દ્વારા કરવામાં આવેલ છે.