અમદાવાદ30 મિનિટ પેહલા
- કૉપી લિંક
શહેરમાંથી એસઓજી ક્રાઈમે 7 કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે શહેરમાં માદક દ્વવ્યોના વધી રહેલા વેચાણને અટકાવવા માટે પોલીસને સૂચના મળી છે. આ અંતર્ગત એસઓજી ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી. આ બાતમીને આધારે ગઈકાલે વટવા કેનાલ પાસે આરોપીઓને જાહેરમાં ગાંજાનું વેચાણ કરતાં પકડી પાડ્યા હતાં. આરોપી શેરખાબેલદાર શેખ અને જાવીદ શેખ પાસેથી એસઓજી ક્રાઈમને 79,800ની કિંમતનો સાત કિલો 980 ગ્રામ ગાંજાનો જથ્થો મળ્યો હતો. પોલીસે આરોપીઓ પાસેથી 91,250 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
9.920 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો
તાજેતરમાં પૂરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચમાં પોલીસને એક બિન વારસી બેગ મળી આવી હતી. જેમાં તપાસ કરતાં ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. રેલવે પોલીસે રૂપિયા 99,200ની કિંમતનો 9.920 ગ્રામ જથ્થો કબજે કર્યો હતો. રેલવે પોલીસની ટીમ સુરતથી ટ્રેન નંબર 12843 પૂરી-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં પેટ્રોલિંગ માટે તૈનાત હતી. ટ્રેન 3.20 વાગે સુરતથી ઉપડી નડિયાદ તરફ રવાના થઈ હતી. આ દરમિયાન ઉત્તરસંડા રેલવે સ્ટેશન નજીક 5.59 વાગ્યાના અરસામાં પોલીસ પેટ્રોલિંગ ટીમને ટ્રેનના આગળના જનરલ કોચના વચ્ચેના કોરીડોરમાં એક કાળા રંગની બેગ શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી. તપાસ કરતાં તેમાંથી 9.920 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસ દ્વારા રૂપિયા 99,200ની કિંમતનો ગાંજો કબજે લઈને અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
.