- Gujarati News
- Local
- Gujarat
- Rajkot
- SOG Police Patrolling Soni Bazar, Registered Complaint Against 16 Persons For Employing Foreigners Or Renting House Or Shop And Not Registering With Police
રાજકોટએક કલાક પહેલા
- કૉપી લિંક
ગુજરાત ATS દ્વારા રાજકોટની સોની બજારમાં કામ કરતા 3 આતંકીઓને ઝડપી પાડવામાં આવ્યા બાદ રાજકોટ પોલીસ એક્શનમાં આવી છે. આતંકીઓ ઝડપાયા બાદ હવે રાજકોટ શહેર SOG પોલીસને પેટ્રોલિંગ કરવાની સુજ પડી છે અને તેમાં પણ કરવા ખાતર કામ કર્યું હોય તેમ માત્ર 16 લોકો સામે પરપ્રાંતીય શખ્સોને કામે રાખવા કે દુકાન અથવા મકાન ભાડે આપવાની જાણ પોલીસ સ્ટેશનમાં કરવા અંગેના જાહેરનામા ભંગ બદલ ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
SOG પોલીસ દ્વારા સોની બજાર પેટ્રોલિંગ
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ શહેર SOG પોલીસ દ્વારા આજે રાજકોટની સોની બજાર વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન SOG પોલીસ દ્વારા પરપ્રાંતીય શખ્સોને કામે રાખી અથવા દુકાન કે મકાન ભાડે આપી પોલીસ સ્ટેશનમાં જાણ ન કરી હોય તેવા 16 લોકો સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોલીસ કમિશનરના જાહેરનામા ભંગ બદલ ફરિયાદ નોંધાવી છે. જેમાં રવિ મુંધવા, પ્રકાશ પાટડીયા, અશ્વિન વાયા, અલ્પેશ રાણીંગા, ગિરીશ ધોળકિયા, નાજીરદોસેન શેખ, ચંદ્રકાન્ત જડીયા, ભાસ્કર રાધનપરા, પ્રશાંત પડિયા, નાઝીમુલ હક, પંકજ આડેસરા, વિક્રમદાસ વૈષ્ણવ, મયુરીબેન શાહ મનોજ સોની અને બાલકૃષ્ણ ધોળકિયા સામે પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
16 લોકો સામે જાહેરનામા ભંગ બદલ ફરિયાદ
પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વેપારીઓને તેમજ દુકાન મકાન ભાડે આપતા માલિકોને અપીલ કરી હતી કે કોઈ પણ પરપ્રાંતીયને કામે રાખતા સમયે અથવા તેમને મકાન કે દુકાન ભાડે આપતા સમયે તેમના આધાર પુરાવા ફોટો આઈડી સાથે નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવવામાં આવે જેથી કોઈ પણ પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિમાં તેઓની સંડોવણી ખુલે તો તેમના સુધી સરળતાથી પહોંચી શકાય.
સોની બજારમાં કામ કરતા પરપ્રાંતીય 90% લોકોના રજીસ્ટ્રેશન બાકી
ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાજકોટ સોની બજારના વેપારીઓ અને બંગાળી કારીગરોના એસોસિએશનના પ્રમુખએ દિવ્યભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું હતું કે, રાજકોટમાં કુલ સોની બજારમાં અંદાજિત 50,000 જેટલા બંગાળી કારીગરો કામ કરી રહ્યા છે. જેમાંથી 90% કરતા વધુ લોકોએ કોઈ રજીસ્ટ્રેશન કરાવેલ નથી ત્યારે તાત્કાલિક અસરથી આ તમામના આધાર પુરાવા સાથે રજીસ્ટ્રેશન થાય તે માટે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. જો કે હવે આ અતિ મહત્વની કાર્યવાહી ક્યારે થશે તે જોવું મહત્વનું રહેશે.