Snell Patel hits the fastest fifty for the second time | SPL સીઝન 3ની પ્રથમ મેચમાં ગોહિલવાડનો 20 રનથી વીજય, બીજી મેચમાં હાલાર હિરોઝે 7 વિકેટથી જીત હાંસિલ કરી

Spread the love

રાજકોટ17 મિનિટ પેહલા

  • કૉપી લિંક

સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ સિઝન 3ના ત્રીજા દિવસે પ્રથમ મેચમાં ગોહિલવાડ ગ્લેડિએટર્સે ટોસ જીતી પેહલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં ગોહિલવાડ ગ્લેડિએટર્સે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 144 રન બનાવ્યા હતા. જ્યારે બીજી મેચ ઝાલાવાડ રોયલ્સ અને હાલાર હિરોઝ વચ્ચે રમાઈ હતી. જેમાં ઝાલાવાડ રોયલ્સે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું.

ગોહિલવાડ ગ્લેડિએટર્સમાં રક્ષિત મહેતાએ 36 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 38 રન બનાવ્યા હતા. જ્યારે વિશ્વરાજસિંહ જાડેજાએ 27 રન બનાવ્યા હતા તો નિકેત જોશીએ 13 બોલમાં અણનમ 24 રન બનાવ્યા હતા. સામે ચિરાગ જાનીએ 4 ઓવરમાં 33 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. જ્યારે કરણ પટેલ, વિહારસિંહ જાડેજા અને પ્રશાંત ગોહેલે 1-1 વિકેટ લીધી હતી.

જેની સામે સોરઠ લાયન્સે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 124 રન બનાવ્યા હતા. જેમાં ભાગ્યરાજ ચુડાસમાએ 26 બોલમાં 1 ફોર અને 4 સિક્સરની મદદથી 43 રન બનાવ્યા હતા. જ્યારે ચિરાગ જાનીએ 21 રન અને પ્રશમ રાજદેવે 19 રન કર્યા હતા. સામે મૌર્ય ઘોઘારીએ 4 ઓવરમાં 26 રન આપીને 2 વિકેટ લીધી હતી. પ્રેરક માંકડ, કબીર પટેલ, વંદિત જીવરાજાની અને યુવરાજ ચુડાસમાએ 1-1 વિકેટ હાસિલ કરતા ગોહિલવાડનો 20 રનથી વિજય થયો હતો.

બીજા મેચમાં ઝાલાવાડ રોયલ્સે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 151 રન બનાવ્યા હતા. પ્રથમ 11 ઓવરમાં 80 રનમાં 6 વિકેટ પડી હતી. ત્યારે દેવ દંડે 35 બોલમાં 2 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 42 રન બનાવ્યા હતા. અમિત રંજને 10 બોલમાં 1 ફોર અને 3 સિક્સરની મદદથી 25 રન બનાવ્યા હતા. આદિત્યસિંહ જાડેજાએ 6 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે અણનમ 16 રન બનાવ્યા હતા. સામે પ્રણવ કારિયાએ 4 ઓવરમાં 14 રન આપીને 3 વિકેટ લીધી હતી. સમર ગજ્જરે 4 ઓવરમાં 36 રન આપીને 3 વિકેટ લીધી હતી. સ્મિત પટેલે 4 ઓવરમાં 26 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.

જેની સામે હાલાર હીરોઝે 17.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 155 રન બનાવ્યા હતા. જેમાં જય ગોહિલે 40 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી અણનમ 58 રન બનાવ્યા હતા. સ્નેલ પટેલે 37 બોલમાં 11 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 58 રન બનાવ્યા હતા. સ્નેલે 29 બોલમાં 50 રન બનાવીને SPLમાં બીજા સૌથી ઝડપી 50 રન બનાવ્યા છે. આ અગાઉ પ્રથમ વખત પણ તેના દ્વારા 27 બોલમાં 50 રન બનાવવામાં આવ્યા હતા. દિવ્યરાજ ચૌહાણે 13 બોલમાં 2 ચોગ્ગાની મદદથી અણનમ 16 રન બનાવ્યા હતા. આદિત્યસિંહ જાડેજા, પાર્થ ભુત અને મોહિત ગોરાનિયાએ 1-1 વિકેટ લીધી હતી. હાલાર હિરોઝની સાત વિકેટે જીત હાંસલ કરી હતી.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *