Smugglers strike at Yashvi Bungalows in Himmatnagar, fraud of Rs 1.29 lakh from two accounts of Wadali court employee | હિંમતનગરના યશવી બંગ્લોઝમાં તસ્કરો ત્રાટક્યા, વડાલી કોર્ટના કર્મચારીના બે ખાતામાંથી રૂ 1.29 લાખની છેતરપીંડી

Spread the love

સાબરકાંઠા (હિંમતનગર)12 મિનિટ પેહલા

  • કૉપી લિંક

બંધ મકાનમાં ચોરી
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના બેરણા રોડ પર આવેલા યશવી બંગ્લોઝમાં બંધ મકાનમાં તસ્કરોએ ત્રાટકીને સોનાના દાગીના અને રોકડ મળી રૂ.65 હજારની મત્તાની ચોરી કરી હતી. હિંમતનગરના એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે નિવેદન લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે હિંમતનગરમાં શનિવારે અને રવિવારે એક જ તસ્કર ટોળકીએ હાજીપુર ગામથી શરૂ કરીને સહકારી જીન અને બેરણા રોડ પર અંદાજે છ થી વધુ બંધ મકાનને નિશાન બનાવી દરવાજાના નકુચા તોડી એક જ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી ચોરી કરી હોવાનું સામે આવ્યું છે.

મકાન બંધ કરીને ગયેલા પરિવારોને ઘરે આવે ત્યારે અથવા પાડોશીઓ દ્વારા જાણ કરવામાં આવે ત્યારે ચોરી અંગેની જાણ થાય છે. જાણ થતા જ પોલીસમાં ફરિયાદ નોધાવી છે. ત્યારે એ ડિવિઝન પોલીસને ચેલેન્જ આપતી તસ્કર ટોળકીએ વધુ હિંમતનગરના બેરણા રોડ પર આવેલા યશવી બંગ્લોઝ 26 નંબરમાં ભાડે રહેતા કુંજ પ્રજાપતિ શનિવારે મકાન બંધ કરીને વતન કડીયાદરા પરિવાર સાથે ગયા હતા. દરમિયાન તસ્કરોએ બંધ મકાનને રવિવારે વહેલી સવારે નિશાન બનાવ્યું હતું.

જેમાં બંધ મકાનના મુખ્ય દરવાજાની જાળીનો નકૂચો તોડ્યા બાદ દરવાજાનો નકૂચો તોડી અંદર પ્રવેશ કરીને તિજોરી અને કબાટ તોડી અંદર પાકીટમાંથી સોનાની વીંટી એક અને સોનાના જુમ્મર મળી એક તોલાના રૂ.60,૦૦૦ અને 5 હજાર રોકડ મળી 65,૦૦૦ હજારની મત્તાની ચોરી થઇ હતી. જે અંગે પાડોશીઓએ કુંજ પ્રજાપતિના પરિવારજનોને ફોન કરીને જાણ કર્યા બાદ સોમવારે કુંજ પ્રજાપતિ ઘરે આવ્યા હતા અને એ ડિવિઝન પોલીસને ચોરી અંગે જાણ કરી હતી. ત્યારબાદ પોલીસે સોમવારે સાંજે કુંજ પ્રજાપતિના નિવેદન આધારે હિંમતનગર એ ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી છે. તો FSL અને ડોગસ્કોર્ડની મદદથી તપાસ હાથ ધરી છે.

એપ્લીકેશન ડાઉનલોડ કરાવી રૂ.1.29 લાખની છેતરપીંડી
વડાલી પ્રિન્સીપાલ સિવિલ કોર્ટના કર્મચારીને અજાણ્યા ઇસમે ઇમેલ બદલવા સામે એનીડેસ્ક ડેસ્ક એપ્લીકેશન ડાઉનલોડ કરાવી ચાર તબ્બકામાં બે અલગ અલગ ખાતામાંથી રૂ.1.29 લાખની છેતરપીંડી કરતા ફરિયાદ વડાલી પોલીસ સ્ટેશનમાં નોધાઇ છે.

આ અંગેની વિગત એવી છે કે વડાલી પ્રિન્સીપાલ સિવિલ કોર્ટમાં ફરજ બજાવતા અને હિંમતનગરની બેરણા રોડ પર આવેલી રાજદીપ સોસાયટીમાં 17 નંબરના મકાનમાં રહેતા જીતેન્દ્રસિંહ જુજારસિંહ રાઠોડને તેમના એક્સીસ બેન્કના એકાઉન્ટમાં ઈલેમ એડ્રેસ બદલવા માટે ગુગલ પર સર્ચ કરી ટોલફ્રી નંબર શોધતા નંબર સાથે મોબાઈલ નંબર આવ્યો હતો.

જીતેન્દ્રસિંહ નંબર મેળવી પોતાના મોબાઈલ નંબરથી એક્સીસ બેન્કના મોબાઈલ નંબર પર ફોન કરતા સામેથી અજાણ્યા શખ્સે સીધો જ કહ્યું હતું કે, એક્સીસ બેંક લીમીટેડ હિંમતનગર સે બોલ રહા હું મેં આપકી ક્યાં સહાયતા કર શકતા હું તેમ કહીને એક્સીસ બેન્કના કર્મચારીની ખોટી ઓળખાણ આપીને જીતેન્દ્રસિંહ સાથે વાત કરીને વિશ્વાસ કેળવ્યા બાદ તેમના મોબાઈલમાં એનીડેસ્ક એપ્લીકેશન ડાઉનલોડ કરાવી હતી.

જીતેન્દ્રસિંહના એક્સીસ બેન્કના ખાતાની માહિતી મેળવીને બેન્કના ખાતા નંબર પરથી અલગ અલગ રીતે રૂ.7009 તથા રૂ.87,399 અને એક્સીસ બેન્કના ખાતામાંથી રૂ.9998 તથા રૂ.24,997 મળી બંને ખાતાઓમાંથી રૂ 1,29,998ની જુજારસિંહના જાણ બહાર ઉપાડી લઈને વિશ્વાસઘાત કરી છેતરપીંડી કરતા જીતેન્દ્રસિંહ રાઠોડે વડાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *