Smugglers break into Jain temple at Taranga, break donation box and steal 1.50 lakhs worth, seen on CCTV with headscarf tied | તારંગા ખાતે આવેલ જૈન મંદિરમાં તસ્કરો ઘૂસ્યા, દાન પેટી તોડી 1.50 લાખના મત્તાની ચોરી, CCTVમાં મોઢે રૂમાલ બાંધેલા દેખાયા

Spread the love

મહેસાણા2 કલાક પેહલા

  • કૉપી લિંક

મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આવેલા તારંગા ટેમ્પલ ખાતે આવેલા શ્રી દિગંબર જૈન સિધ્ધક્ષેત્ર કોઠી મંદિરમાં આવેલ શ્રી એક હજાર આઠ આદિનાથ ભગવાન મંદિરમાં તસ્કરો એ તાળા તોડી તોડી કુલ 1.50 લાખના મત્તાની ચોરી કરી અજાણ્યા તસ્કરો રફુચક્કર થઈ ગયા હતા.ઘટના અંગે સતલાસણા પોલીસને જાણ થતાં પોલીસ એ આ કેસમાં વધુ તપાસ આદરી છે.

તારંગા ટેમ્પલના મંદિરના તાળા તોડી તસ્કરો 1.50 લાખના મત્તાની ચોરી
સતલાસણા તાલુકાના તારંગા ખાતે આવેલ તારંગા ટેમ્પલ મંદિર કેમ્પસમાં ગઈ કાલે રાત્રે બે કલાકે અજાણ્યા ઈસમો ઘુસી શ્રી દિગંબર જૈન સિધ્ધક્ષેત્ર કોઠી મંદિરમાં આવેલ શ્રી એક હજાર આઠ આદિનાથ ભગવાન મંદિરમાં પાસે આવેલ દાન પેટી અને અને મંદિર અંદર આવેલ લાકડાની હુપ્ત દાન પેટી અને સ્ટીલની દાન પેટીને નિશાન બનાવી ચોરીને અંજામ આપી હતી.તસ્કરોએ પ્રથમ તો મંદિરના દરવાજા ના તાળા તોડી મંદિરમાં પ્રવેશ કર્યા બાદ દાન પેટી તોડી હતી.સમગ્ર મામલે આજે વહેલી સવારે મંદિરના પૂજારી એ દરવાજા ના તાળા તૂટેલી હાલતમાં જોતા મૅનેજરને જાણ કરતા તેઓ પણ મંદિરમાં દોડી આવી તપાસ કરતા તસ્કરો કુલ 1.50 લાખના મત્તાની ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા.

રાત્રે બે કલાકે મોઢે રૂમાલ બાંધી ચાર અજાણ્યા ઈસમો મંદિર કેમેરામાં કેદ
સમગ્ર કેસમાં ગત મોડી રાત્રે બે કલાકે ચાર અજાણ્યા ઈસમો પોતાના મોઢે રૂમાલ જેવું કપડું લગાવી મંદિરમાં આવતા cctv કેમેરામાં કેદ થયા હતા.સમગ્ર ઘટના રાત્રે 2 વાગ્યાના અરસામાં બની હોવાનું સામે આવ્યું છે.ત્યારે હાલમાં દેરાસરના મેનેજર રવીકુમાર ગાંધીએ સતલાસણા પોલીસમાં અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવી હતી.ત્યારે પોલીસે પણ આ કેસમાં વધુ તપાસ આદરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *