અમરેલી12 મિનિટ પેહલા
- કૉપી લિંક
- જિલ્લાના દરેક તાલુકા મથકે મૌન ધરણા અને સ્લોગન કાર્યક્રમ કરાયા: જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ
અમરેલી જિલ્લામાં શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા પડતર માંગણીઓ મુદ્દે મૌન ધરણા અને સ્લોગન કાર્યક્રમ કર્યા હતા. જેમાં સંઘના કર્મચારીઓ જોડાયા હતા. અને જુની પેન્શન યોજના લાગુ કરવા માટે માંગણી કરી હતી. અમરેલી જિલ્લાના દરેક તાલુકા મથકે આ કાર્યક્રમ યોજાયો હતો. આજે ગુજરાત રાજ્ય શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ અને જિલ્લા શૈક્ષણિક સંઘ સંકલન સમિતિના આદેશથી પડતર પ્રશ્નોના ઉકેલ માટે બપોરે 11 થી 1 કલાક સુધી તમામ તાલુકા મથકોએ મૌન ધરણામાં સ્લોગન સાથે પોતાની ફરજ સમજી હાજર રહી મૌન ધરણાં કાર્યક્રમ કરાયા હતા.
રાજુલા તાલુકાના મુખ્ય મથક રાજુલામાં રાજુલા તાલુકા આચાર્ય સંઘ, ઉચ્ચત્તર માધ્યમિક સંઘ, માધ્યમિક સંઘ, વહીવટી સંઘ તથા સંઘના કર્મચારીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા. જુની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે શૈક્ષણિક સંઘ સંકલન સમિતિ દ્વારા મૌન ધરણાંનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે અમરેલી જિલ્લાના દરેક તાલુકામાં આ મૌન ધરણાં કાર્યક્રમ કરી જુની પેન્શન યોજના લાગુ કરવા માટે માંગણી કરવામાં આવી હતી.
બાબરામા તાલુકાની ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો દ્વારા પુરતુ મહેકમ ભરવા, શિક્ષકોને શિક્ષણ સિવાયની જવાબદારી ન આપવા સહિતના પ્રશ્નો અંગે આજે મૌન રેલી અને ધરણા પ્રદર્શન યોજી વિરોધ કરવામા આવ્યો હતો. શિક્ષકોએ જણાવ્યું હતુ કે અગાઉના પ્રશ્નોનુ નિરાકરણ કરાયુ છે પરંતુ તે બાબતે પણ કોઇ પરિપત્ર કરાયો નથી. તસવીર-રાજુ બસિયા
.