ઊનાએક કલાક પેહલા
- કૉપી લિંક
- આવી ફરિયાદોનો ઢગલો થયો.. ગાલ પર હાથ ફેરવતા, કમર પકડતા, ગંદી-ગંદી વાતો કરતા
- ફરિયાદોમાં તથ્ય જણાતા બદલી કરી દેવાઈ : શિક્ષકની પત્ની પણ ઊના તાલુકામાં જ શિક્ષિકા !
ઊના તાલુકાના મોટા ડેસર પ્રા.શાળામાં છેલ્લા બે વર્ષથી ફરજ બજાવતા સામાજીક વિજ્ઞાનના શિક્ષક કમલેશ લક્ષ્મણભાઈ રાઠોડ ધો.6 થી 8 વર્ગના કલાસ રૂમમાં પીરીયડ લેતી વખતે વિદ્યાર્થીનીઓની જાતિ સતામણી કરતો હોવાની ફરિયાદ ઉઠતા વાલીઓએ આ બાબતે મોટા ડેસર ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પ્રતિનિધિ ભરતભાઈ શીંગડને કરતા તેમણે તા.4 ઓગસ્ટના રોજ આ બાબતે તાલુકા શિક્ષણાધિકારીને ને લેખિતમાં જાણ કરી તે સિવાય વાલીઓએ આ શાળાના આચાર્ય મેહુલભાઈ સોરઠીયાને પણ આ બાબતથી અવગત કરવામાં આવ્યા હતા તેમજ મોટા ડેસર પ્રાથમિક શાળામાં એક સૂચન પેટી પણ રખાઈ હોય જે ખોલતા તેમાં અનેક વિદ્યાર્થીઓનીઓએ શિક્ષક દ્વારા ક્લાસરૂમમાં એનકેન પ્રકારે કરવામાં આવતી જાતીય સતામણીની લેખિતમાં ફરિયાદ કરી હતી અને પેટીમાં ફરિયાદનો ઢગલો જોતા અને આ બધી ફરિયાદો વાંચતાની સાથે જ શાળાના આચાર્ય પણ ચોકી ગયા હતા. અને તાત્કાલિક સમગ્ર ઘટનાની જાણ તાલુકા શિક્ષણાધિકારી વાઢેરને જાણ કરતા તે તુરંત સ્થળ પર પહોંચ્યા હતા.
આ વિવાદાસ્પદ શિક્ષક કમલેશ રાઠોડ રજા પર હોવાથી તપાસ પૂરી થઈ શકી નહીં, ત્યાર બાદ બીજા દિવસે એટલે તા.5/8/2023 ના ફરી વખત તાલુકા શિક્ષણ અધિકારી તેમની શિક્ષણ વિભાગની ટીમ સાથે મોટા ડેસર પહોંચી ગયા હતા. અને શાળાના આચાર્ય સહિતના શિક્ષકોના આ ઘટના બાબતના નિવેદન પણ લેવાયા હતા.
ત્યારબાદ તપાસ થઈ ગયેલ ટીમ દ્વારા શાળામાં અભ્યાસ કરતી ધો. 6 થી 8 ની તમામ વિદ્યાર્થીનીઓના નિવેદન પણ મહિલા શિક્ષિકાઓ દ્વારા લેવામાં આવતા નિવેદન નોંધનાર મહિલા શિક્ષિકાઓ પણ ચોકી ઉઠ્યા હતા. અને તાત્કાલિક વિદ્યાર્થીની ઓના લેખિત નિવેદન તાલુકા શિક્ષણ અધિકારીએ સમગ્ર પ્રકરણની માહિતી ટીમ પાસેથી મેળવ્યા બાદ તુરંત જ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રિપોર્ટ કરાયો હતો જેમાં ઉલ્લેખ કરવામાં આવેલ કે મોટર ડેસર પ્રાથમિક શાળા ના શિક્ષક કમલેશ એલ રાઠોડ ધોરણ 6 થી 8 માં સામાજિક વિજ્ઞાનમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે.
જેવો વિરુદ્ધ શાળાની બાળાઓ દ્વારા શાળાના સૂચન બોક્સમાં જાતિ સતામણી બાબતની ફરિયાદો મળતા અને બાળાઓને કરવામાં આવેલ જાતીય સત્તાની બાબતની ફરિયાદ સ્પષ્ટ પણે સત્ય હોય તેમ જણાયેલ છે. અને બાળકોના નિવેદનમાં પણ શિક્ષક દ્વારા જાતીય કનડગત સ્પષ્ટ થાય છે તેથી આ શિક્ષક કમલેશ લક્ષ્મણભાઈ રાઠોડ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા સ્પષ્ટ અભિપ્રાય તાલુકા શિક્ષણ અધિકારીએ આપેલ છે. તેમજ તેમણે આપેલા અભિપ્રાય તાત્કાલિક અસરથી સીમર કુમાર પે.સેન્ટર શાળામાં બદલી પણ કરાઈ હતી.
‘…અયોગ્ય લાગ્યુ હોય તો હું હ્દયપૂર્વક માફી માંગુ છું !’
આ શરમજનક ઘટનાની તપાસ અર્થે ગયેલા તાલુકા શિક્ષણ અધિકારીને લેખિતમાં કમલેશ લક્ષ્મણભાઈ રાઠોડે જવાબ આપ્યો હતો, જેમાં તેણે જણાવ્યું કે, આ શાળામાં થયેલી ફરિયાદ બાબત તે બોલાવેલ શબ્દો વિષયવસ્તુ સમજવા માટેના હતા અને પ્રવૃત્તિ દરમિયાન પણ કોઈ આશયપૂર્વક મે કાંઈ કરેલ નથી, છતાં પણ થયેલ બાબતો અયોગ્ય જણાઈ હોય તો હું હૃદયપૂર્વક માફી માંગુ છું.
એક્સક્લુઝિવ
ભૂતકાળ પણ કલંકિત હોવાનું ખૂલ્યું
વિવાદાસ્પદ શિક્ષક કમલેશ લક્ષ્મણભાઈ રાઠોડનો ભૂતકાળ પણ વિવાદ વાળો રહ્યો હોય તેમ તાલુકા શિક્ષણાધિકારી એ તેમની પૂછપરછ કરતા જાણવા મળ્યું કે અગાઉ આજોઠા પ્રાથમિક શાળામાં પણ તેમની વોટ્સએપ ચેટ બાબતની ફરિયાદ ધ્યાને લેવામાં આવેલ અને એ વખતે પણ વિવાદ ઊભો થયો હતો.
તપાસ સોંપી દેવામાં આવી છે : અધિકારી
આ બાબતે તાલુકા શિક્ષણાધિકારી વાઢેરે જણાવેલ હતું કે આ ઘટના શરમજનક ઘટના છે. અને આ શિક્ષક પર શિક્ષાત્મક પગલાં ભરવા જિલ્લા કક્ષાએ રિપોર્ટ પણ કરી આપેલ છે. અને હાલ આ પ્રકરણની તપાસ વેરાવળ તાલુકા શિક્ષણાધિકારીને ખાતાકીય તપાસ સોંપાઈ ગયેલ છે.
અમુક હરકતો તો અહીં લખાય તેમ નથી
આ બનાવમાં વિદ્યાર્થીનીઓ દ્વારા સૂચન બોક્સમાં ફરિયાદ લખીને મૂકવામાં આવી હતી. જો કે, વિદ્યાર્થિનીઓ દ્વારા જે ફરિયાદ કરવામાં આવી અને ત્યાર બાદ તપાસ દરમિયાન જે લેખિત જવાબ વિદ્યાર્થિનીઓએ લખાવ્યા તેમાં સુરૂચિભંગ થતો હોવાથી અહીં લખી શકાય તેમ નથી.
.