પાટણ29 મિનિટ પેહલા
- કૉપી લિંક
પાટણ શહેરના રેલવે બ્રિજ થી રેલવે ગરનાળા તરફ જવાના માર્ગ પર ભૂગર્ભ ગટર લાઈન ચોકઅપ બનતા ભૂગર્ભના દૂષિત પાણી માર્ગો પર રેલાતા આ માગૅ પરથી પસાર થતાં રાહદારીઓ અને વાહન ચાલકો ને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો..પાટણ નગરપાલિકાની ભૂગર્ભ ગટર શાખા દ્વારા શહેરમાં ઠેર ઠેર ઉભરાતી ભૂગર્ભ ગટરની લાઈનોની સમસ્યા નું કાયમી ધોરણે નિરાકરણ ન લવાતા શહેરના માર્ગો પર અવાર નવાર ઉભરાતા દૂષિત પાણીના કારણે શહેરીજનોમાં રોગચાળો ફેલાવાની ભીતિ પ્રબળ બની છે.
પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે જ શહેરના મહત્વના ગણાતાં રેલવેબ્રિજથી રેલવે ગરનાળા તરફ જવાના માગૅ પરની ભૂગર્ભ ગટરની લાઇન ચોકઅપ બનતા માગૅ પર દુષિત પાણીની રેલમછેલ જોવા મળી હતી. તો પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે સર્જાયેલી આ સમસ્યાને લઇ માર્ગ પરથી પસાર થતાં રાહદારીઓ વાહન ચાલકોને પરેશાની વેઠવાનો વારો આવ્યો છે.
આ બાબતની જાણ નગરપાલિકાના ભૂગર્ભ શાખાના ચેરમેન જયેશભાઈ પટેલને થતાં તેઓએ તાત્કાલિક ભૂગર્ભ ગટર શાખાના એન્જિનિયરનું ધ્યાન દોરી સમસ્યાનું ત્વરિત નિરાકરણ લાવવા સુચના આપી હોવાનું તેઓએ જણાવ્યું હતું. પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં અવારનવાર ચોક્અપ બનતી ભૂગર્ભ ગટરની સમસ્યાઓનું પાલિકાની ભૂગર્ભ ગટર શાખા દ્વારા કાયમી નિરાકરણ લવાય તેવી માંગ શહેરીજનોમાં પ્રબળ બનવા પામી છે.