ઉત્તર રેલવેના વારાણસી યાર્ડના રીમોડલિંગની નોન-ઇન્ટરલોકિંગ (NI) કામગીરીને કારણે વડોદરા મંડળ થઇને જનારી કેટલીક ટ્રેનો કેન્સલ, ડાયવર્ટ, શોર્ટ ટર્મિનેટ તેમ જ શોર્ટ ઓરિજિનેટ કરવામાં આનાર છે. જેની વિગતો નીચે મુજબ છે.
કેન્સલ થનારી ટ્રેનો
- 12, 19 તેમજ 26 સપ્ટેમ્બર અને અને 3 તેમજ 10 ઓક્ટોબર 2023 ટ્રેન નંબર 20903 એકતાનગર – વારાણસી મહામના સુપરફાસ્ટ
- 14, 21 તેમજ 28 સપ્ટેમ્બર અને 5 તેમજ 12 ઓક્ટોબર, 2023 ટ્રેન નંબર 20904 વારાણસી-એકતાનગર મહામના સુપરફાસ્ટ
- 15, 22 તેમજ 29 સપ્ટેમ્બર અને 6 તેમજ 13 ઓક્ટોબર, 2023 ટ્રેન નંબર 15635 ઓખા-ગૌહાટી દ્વારકા એક્સપ્રેસ
- 11,18 તેમજ 25 સપ્ટેમ્બર અને 2 તેમજ 9 ઓક્ટોબર, 2023 ટ્રેન નંબર 15636 ગોહાટી-ઓખા દ્વારકા એક્સપ્રેસ
- 23 તેમજ 30 સપ્ટેમ્બર અને 7 તેમજ 14 ઓક્ટોબર, 2023 ટ્રેન નંબર 15667 ગાંધીધામ-કામાખ્યા એક્સપ્રેસ
- 20 તેમજ 27 સપ્ટેમ્બર અને 4 તેમજ 11 ઓક્ટોબર 2023 ટ્રેન નંબર 15668 કામાખ્યા-ગાંધીધામ એક્સપ્રેસ
- 24 સપ્ટેમ્બર તેમજ 1 અને 8 ઓક્ટોબર, 2023 ટ્રેન નંબર 19421 અમદાવાદ-પટના એક્સપ્રેસ
- 26 સપ્ટેમ્બર અને 3 તેમજ 10 ઓક્ટોબર, 2023 ટ્રેન નંબર 19422 પટના-અમદાવાદ એક્સપ્રેસ
- 18 તેમજ 25 સપ્ટેમ્બર અને 2 તેમજ 9 ઓક્ટોબર, 2023 ટ્રેન નંબર 09417 અમદાવાદ-પટના સ્પેશિયલ
- 19 તેમજ 26 સપ્ટેમ્બર અને 3 તેમજ10 ઓક્ટોબર, 2023 ટ્રેન નંબર 09418 પટના-અમદાવાદ સ્પેશિયલ
- 19 તેમજ 26 સપ્ટેમ્બર અને 3 તેમજ 10 ઓક્ટોબર, 2023 ટ્રેન નંબર 09525 ઓખા-નાહરલાગુન સ્પેશિયલ
- 23 તેમજ 30 સપ્ટેમ્બર અને 7 તેમજ 14 ઓક્ટોબર, 2023 ટ્રેન નંબર 09526 નાહરલાગુન-ઓખા સ્પેશિયલ
બદલાયેલા માર્ગે ચાલનારી ટ્રેનો :
- 11, 12, 14, 16, 18, 19, 21, 23, 25, 26, 28 તેમજ 30 સપ્ટેમ્બર અને 2, 3, 5, 7, 9, 10, 12 તેમજ 14 ઓક્ટોબર, 2023 ટ્રેન નંબર 19167 અમદાવાદ-વારાણસી સિટી સાબરમતી એક્સપ્રેસને પરિવર્તિત માર્ગે વાયા શાહગંજ જં-મઉ જં-વારાણસી શહેરના રસ્તે ચલાવવામાં આવશે.
- 12, 14, 15, 17, 19, 21, 22, 24, 26, 28 તેમજ 29 સપ્ટેમ્બર તેમજ 1, 3, 5, 6, 8, 10, 12, 13 તેમજ 15 ઓક્ટોબર, 2023 ટ્રેન નંબર 19168 વારાણસી સિટી-અમદાવાદ સાબરમતી એક્સપ્રેસને પરિવર્તિત માર્ગ વાયા શાહગંજ જં-મઉ જં-વારાણસી સિટીના માર્ગે ચલાવવામાં આવશે.
- 19 થી 24, 26 થી 30 સપ્ટેમ્બર, 2023 તેમજ 1, 3 થી 8, 10 થી 14 ઓક્ટોબર, 2023 ટ્રેન નંબર 19489 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસને પરિવર્તિત માર્ગ વાયા પ્રયાગરાજ જં-પ્રયાગ જં-જંઘઇ જં-ઝાફરાબાદ જં.- જૌનપુર જં- ઔડિગાર જંના માર્ગે ચલાવવામાં આવશે.
- 20 થી 25, 27 થી 30 સપ્ટેમ્બર, 2023 અને 1 તેમજ 2, 4 ,9, 11 થી 15 ઓક્ટોબર, 2023 ટ્રેન નંબર 19490 ગોરખપુર-અમદાવાદ એક્સપ્રેસને પરિવર્તિત માર્ગ વાયા ઔડિહાર જં-જૌનપુર-ઝફરાબાદ જં-જંઘઇ જં-પ્રયાગ જં-પ્રયાગરાજ જં.ના માર્ગે ચલાવવામાં આવશે.
શોર્ટ-ટર્મિનેટ તેમજ શોર્ટ ઓરિજિનેટ થનારી ટ્રેનો :
- 14, 21 તેમજ 28 સપ્ટેમ્બર, 5 તેમજ 12 ઓક્ટોબર, 2023 ટ્રેન નંબર 19407 અમદાવાદ-વારાણસી એક્સપ્રેસ સુલતાનપુર જં. પર શોર્ટ ટર્મિનેટ (પૂર્ણ) થશે.
- 16, 23 તેમજ 30 સપ્ટેમ્બર, 7 તેમજ 14 ઓક્ટોબર, 2023 ટ્રેન નંબર 19408 વારાણસી અમદાવાદ એક્સપ્રેસ સુલતાનપુર જં.થી શોર્ટ ઓરિજિનેટ (શરૂ) થશે.
ટ્રેનોના રોકાણ, સમય અને સંરચના અંગે વિગતાવર જાણકારી માટે યાત્રી www.enquiry.Indianrail.gov.in પર જાણકારી મેળવી શકે છે.
.