Server down| Shopkeepers of cheap grains were put in trouble | સસ્તા અનાજના દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા

Spread the love

પોરબંદર37 મિનિટ પેહલા

  • કૉપી લિંક
  • ઓનલાઇન સાઇટ પર ચલણ જનરેટ ન થતા હાલાકી

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ છે ત્યારે આજે રવિવારે દુકાન દારો માલ માટે ચલણ ઓનલાઇન ભર્યા હતા પરંતુ સર્વર ડાઉન હોવાથી મુશ્કેલી પડી હતી.

સસ્તા અનાજના દુકાનદારોની માંગણી સ્વીકારવામાં આવતા સસ્તા અનાજના દુકાન દારોએ હડતાળ સમેટી લીધી છે. અને અનાજ માલ માટે ચલણ ભરવાની કામગીરી શરૂ કરી છે, ઓનલાઇન સાઈટ પર ચલણ ભરવાનું થતું હોય છે પરંતુ સવારે જ સાઈટ ખુલતી ન હતી. સસ્તા અનાજના એસો. પ્રમુખ રાજેશભાઈ લક્ષ્મીદાસ ઠકરારે જણાવ્યું હતુંકે, સાઈટ ખુલતી નથી અને સર્વર ડાઉન છે જેને લીધે સસ્તા અનાજના વેપારીઓને ચલણ ભરવામાં મુશ્કેલી પડી રહી છે. ચલણ ભરાશે અને માલ આવશે એટલે તુરંત વિતરણ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છેકે, જાણવા મળતી વિગત મુજબ ડોર સ્ટેપ ડિલિવરી કોન્ટ્રાક્ટ રાજ્યમાં માર્ચ માસમાં પૂરો થયો હતો અને એક – એક માસનું એકસ્ટેશન કરવામાં આવતું હતું, બાદ નવા ભાવની માંગ થતા કોન્ટ્રાક્ટ થયો ન હતો, ત્યારે વેપારીઓએ જણાવ્યું હતુંકે, ચલણ ભર્યા બાદ કોઈપણ વેપારી માલ લેવા ગોડાઉન સુધી નહિ જાય, ડિલિવરી માટેની વ્યવસ્થા કરવી જોઈએ. ત્યારે પોરબંદર જિલ્લા પુરવઠા અધિકારી હિરલ દેસાઈએ જણાવ્યું છેકે, સ્થાનિક લેવલે તૈયારી કરી લીધી છે. ચલણ ભરવામાં આવશે તે વેપારીને દુકાન સુધી અનાજ પહોચતું કરવાની વ્યવસ્થા કરી દેવામાં આવી છે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *