પાટણ36 મિનિટ પેહલા
- કૉપી લિંક
પાટણ જિલ્લાની જિલ્લા પંચાયત તમામ તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની અઢી વર્ષની ટર્મ પુરી થતા આગામી અઢી વર્ષ માટે પ્રમુખ ઉપપ્રમુખની પસંદગીને લઈને જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજરોજ નિરીક્ષકોએ સેન્સ લીધા હતા. જેમાં નિરીક્ષક તરીકે ગુમાનસિંહ ચૌહાણ પૂર્વ પ્રમુખ બનાસકાંઠા જિલ્લા ભાજપ રાજુભાઇ શુકલ પ્રભારી અરવલ્લી જિલ્લો પૂર્વ પ્રમુખ કડી નગરપાલિકા તેમજ રમીલાબેન દેસાઈ પૂર્વ ધારાસભ્ય ખેરાલુ ઉપસ્થિત રહી દાવેદારોના સેન્સ લીધા હતા.
આ સમગ્ર પક્રિયામાં અપેક્ષિતમાં તમામ તાલુકા ભાજપ સંગઠનના હોદેદારો, સંગઠન મોરચા પ્રમુખ મહામંત્રી, તાલૂકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો તેમજ સિનિયર આગવવાનોને સાંભળવામાં આવ્યા હતા. વહેલી સવારથી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ ડો દશરથજી ઠાકોર,રમેશભાઈ સિંધવ સહિત સિનિયર આગેવાનો સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.