Scam under the guise of spa in Morbi caught, police nabbed 3 accused and took action | મોરબીના સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું, પોલીસે 3 આરોપીઓને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી

Spread the love

મોરબી4 કલાક પેહલા

  • કૉપી લિંક

મોરબીમાં સ્પાની આડમાં દેહ વ્યાપારની ગેરકાયદેસર પ્રવૃતિઓ ધમધમતી રહી છે. જેથી પોલીસને રેડ કરવામાં આવી હતી અને ગેરકાયદે પ્રવૃત્તિ કરનાર ત્રણ ઇસમોને પણ ઝડપી લેવામાં આવ્યા છે.

બનાવની મળતી વિગત મુજબ મોરબીના લખધીરપુર રોડ પર રિજેનટા હોટેલ પાસે આવેલ ટોકિયો સ્પામાં પોલીસ ટીમે રેડ કરી હતી. જેમાં સ્થળ પરથી સ્પા સંચાલક વિપુલ પાંડે, સાગર સારલા અને જીવણ ચાવડા એમ ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રોકડ રકમ, ચાર મોબાઈલ અને 8 કોન્ડોમ પેકેટ સહીત કુલ રૂ.16,150 ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આરોપી વિપુલ પાંડે સ્પા સંચાલક છે. જ્યારે આરોપી સાગર સારલા અને જીવણ ચાવડા બંને સ્પામાં નોકરી કરતા હતા. જે આરોપીઓ ગ્રાહક શોધવાનું કામ કરતા હતા. સ્પાની આડમાં દેહ વ્યાપારનો ગોરખધંધો કરનાર ત્રણેય ઈસમો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ વી.જી.જેઠવા ચલાવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *