રાજકોટ33 મિનિટ પેહલા
- કૉપી લિંક
રાજકોટના જામનગર રોડ પર આવેલા ખંઢેરી સ્ટેડિયમ ખાતે સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગનું ભવ્ય આયોજન સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું છે. IPLની જેમ SPLને લઈને પણ ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે ગઈકાલે આ ટુર્નામેન્ટ અંતર્ગત યોજાયેલા રોમાંચક મેચમાં ઝાલાવાડ રોયલ્સ અને ગોહિલવાડ ગ્લેડીએટર્સ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં ગોહિલવાડ ગ્લેડીએટર્સએ 8 રનથી જીત મેળવી હતી.
માંકડે 34 બોલમાં 44 રન બનાવ્યા
આ મેચમાં ઝાલાવાડ રોયલ્સે ટોસ જીતી ફિલ્ડીંગ પસંદ કરી હતી. જેમાં ગોહિલવાડ ગ્લેડીયેટર્સે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 155 રન બનાવ્યા હતા. પ્રેરક માંકડે 34 બોલમાં 4 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 44 રન બનાવ્યા હતા. તો નિહાર વાઘેલાએ 34 બોલમાં 38 રન બનાવ્યા હતા અને વિશ્વરાજસિંહ જાડેજાએ 28 રન બનાવ્યા હતા. જ્યારે આદિત્યસિંહ જાડેજા, મોહિત ગોરાનિયા, પાર્થ ભુત, દેવ દંડ અને અમિત રંજને 1-1 વિકેટ લીધી હતી.
પ્રરેક માંકડને સ્કાયફેર પ્લેયર ઓફ ધ મેચનો પુરસ્કાર
ઝાલાવાડ રોયલ્સનું પર્ફોમન્સ
તો બીજી તરફ ઝાલાવાડ રોયલ્સે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 147 રન બનાવ્યા હતા. એઝાઝ કોઠારિયાએ 23 બોલમાં 4 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 39 રન બનાવ્યા હતા. તો ચિરાગ સિસોદિયાએ 27 બોલમાં 35 રન બનાવ્યા હતા અને કિશન પરમારે 22 બોલમાં 34 રન બનાવ્યા હતા. યુવરાજ ચુડાસમાએ 4 ઓવરમાં 28 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. સૌર્ય સાનંદિયાએ 4 ઓવરમાં 31 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. પ્રેરક માંકડે 3 ઓવરમાં 21 રન આપીને 2 વિકેટ લીધી હતી.
માંકડને સ્કાયફેર પ્લેયર ઓફ ધ મેચનો પુરસ્કાર
આમ છેલ્લી ઓવર સુધી રોમાંચક બનેલા આ મેચમાં ગોહિલવાડ ગ્લેડીયેટર્સે મેચ 8 રને જીતી હતી. જેમાં હાથી સિમેન્ટ મજબૂત પ્લેયર ઓફ ધ મેચ એઝાઝ કોઠારિયાને એનાયત કરાયો હતો. એક્સ્ટ્રીમ પ્લેયર ઓફ ધ મેચ પ્રેરક માંકડને આપવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગના ચેરમેન જયવીર શાહ અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના વરિષ્ઠ સભ્ય મુકેશ શાહ દ્વારા પ્રેરક માંકડને સ્કાયફેર પ્લેયર ઓફ ધ મેચનો પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યો હતો.
.