Salangpur Hanuman Chitra Swaminarayan Dispute Rajkot Vadodaro | સ્વામી બજરંગબલીના પગ દબાવતા હોવાના લાગ્યાં બેનેરો, ભીંતચિત્રો દૂર નહીં થાય તો શાસ્ત્ર-શસ્ત્ર સાથે સંતો-મહંતો વિરોધ કરશે

Spread the love

અમુક પળો પેહલા

  • કૉપી લિંક

ગુજરાતના વિવિધ શહેરમાં સાળંગપુરમાં હનુમાનજીના અપમાનજનક ચિત્રોને લઈને વિરોધ સતત વધતો જાય છે. ત્યારે ફરી આજે રાજકોટમાં કોંગ્રેસ કાર્યકતા હનુમાનજીનો વેશ ધારણ કરીને કલેક્ટર કચેરીએ આ કૃત્ય કરવા બદલ કડક કાર્યવાહી કરવાની માગ કરી હતી. તો બીજી તરફ શહેરમાં સનાતન ગ્રુપના યુવાનો દ્વારા સ્વામિનારાયણ મંદિર ખાતે બેનરો લગાવી અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં હનુમાનજી મહારાજ સુતા છે, જેના એક સ્વામી હનુમાનજી મહારાજના પગ દબાવી રહ્યા છે, તો બીજા સ્વામી હવા નાખી રહ્યા છે, જ્યારે ત્રીજા સ્વામી તેમના માટે ફ્રૂટ લઈને ઉભા છે. આ ઉપરાંત વડોદરા પણ કલેક્ટર કચેરીએ સાધુ, સંતો, મહંતો અને સંગઠન દ્વારા ભીતચિત્રોને લઇને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આસ્થાને ઠેસ પહોંચી હોવાથી સાળંગપુરનો મામલો જરા પણ ચલાવી લેવામાં નહીં આવે તેમજ રાવણ નીતિ, વૈદિક નીતિ પ્રમાણે અમે શાસ્ત્ર અને શસ્ત્રથી અમે વિરોધ કરવાનો સંતો-મહંતોએ હૂંકાર કર્યો હતો.

હનુમાનજીનો વેશ ધારણ કર્યો કાર્યરતાએ
હનુમાનજીનો વેશ ધારણ કરનાર કોંગી કાર્યકર નિલેશ ગોહેલે જણાવ્યું કે, સાળંગપુરમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા કેટલાક ચિત્રો બનાવવામાં આવ્યા છે. જેમાં હનુમાનજીને દાસ તરીકે દર્શાવવામાં આવતા હિન્દુ સમાજની લાગણીને ઠેસ પહોંચી છે. હનુમાનજી એકમાત્ર ભગવાન શ્રી રામના જ દાસ છે. તેમને અન્ય કોઈના દાસ તરીકે દર્શાવવા યોગ્ય નથી. આ માટે આજે હનુમાનજીનો વેશ ધારણ કરીને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા આવ્યા છીએ.

સાળંગપુરનું કાર્ય સહન થાય તેમ નહીં
કોંગ્રેસના આગેવાન રણજિત મૂંધવાએ હતું કે, કોંગ્રેસનાં મહિલા પ્રમુખ અને મહામંત્રીની આગેવાનીમાં આજે સાળંગપુર વિવાદ મામલે કલેક્ટરને રજૂઆત કરવા આવ્યા છીએ. અમે કોઈ ધર્મનો વિરોધ કરતા નથી, પરંતુ હનુમાનજીનું અપમાન થાય તેવા ચિત્રો સાળંગપુર ખાતે લગાવવામાં આવ્યા છે. તેને લઈને અમારે વિરોધ કરવાની ફરજ પડી છે. રઘુપતિના દાસ હનુમાનજીનું અપમાન કરવામાં આવ્યું છે. જે કોઈપણ રીતે સહન થાય તેમ નહીં હોવાથી આ અંગે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે.

રાજકોટમાં ગૌતમ સ્વામીના નારા
તો બીજી તરફ રાજકોટમાં સનાતન ગ્રુપના યુવાનો ભુપેન્દ્ર રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે વિરોધ કરવા પહોંચ્યા હતા. યુવાનો એ મંદિરની જાળીઓમાં કેટલાક બેનરો લગાવી રોષ સાથે પોતાનો વિરોધ દર્શાવ્યો તેમજ જયશ્રી રામ અને ગૌતમ સ્વામી હાય હાયના નારા લગાવ્યા હતા.

ભીંતચિત્રો સામે અમારો વિરોધ
સનાતન ગ્રુપના સભ્ય હાર્દિકસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, સાળંગપુર મંદિર ખાતે ભીંતચિત્રો સામે અમારો વિરોધ છે. તાત્કાલિક ચિત્રો હટાવવામાં આવે તેવી માંગ કરીએ છીએ. આજે અમે સ્વામિનારાયણ મંદિરમાં બેનરો લગાવ્યા છે. જેમાં હનુમાનજી મહારાજ સુતા છે. હનુમાનજી મહારાજના પગ સ્વામી દબાવી રહ્યા છે અને બીજા સ્વામી હવા નાખી રહ્યા છે, તો ત્રીજા સ્વામી ફ્રૂટ લઈને ઉભા છે. આનાથી અમે સ્પષ્ટ મેસેજ આપવા માંગીએ છીએ કે હનુમાનજી માત્ર ભગવાન રામના જ દૂત હતા. બાકી હનુમાનજી મહારાજ દાદા છે હતા અને રહેશે.

વડોદરામાં ધાર્મિક આસ્થા સાથે ખીલવાડ
વડોદરામાં સંતો મંહતોએ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, ઘણા સમયથી ગુજરાતમાં ફૂલેલા ફાલેલા સમ્પ્રદાયના પડેલા ફાટોઓ દ્વારા સતત સનાતન ધર્મના ઇતિહાસને સનાતન ધર્મના માનદ ચિન્હો કે સનાતન ધર્મના દેવીદેવતાઓ બાબતે અપમાન જનક વાતો કે અપમાન જનક ઈતિહાસના સાહિત્યો લખી સમાજમાં વૈમનસ્ય ફેલાવી સનાતન ધર્મના લોકોની આસ્થા સાથે ખિલવાડ કરવામાં આવે છે. સાથે સાથે દેવી દેવતાઓને સંપ્રદાયના સ્વામીના સેવક હોય તેમ દર્શાવી ધર્મ હીનતા દર્શાવી છે. શ્રી મધ્ય ગુજરાત રામાનંદ વિરક્ત મંડળ, સનાતન સંત સમિતિ, કરણી સેના, બ્રહ્મ સેના અને સમસ્ત સનાતન ધર્મીઓ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

શાસ્ત્ર અને શસ્ત્રથી વિરોધ કરવાની હુંકાર કર્યો
આ અંગે શાસ્ત્રી કેયુર ભટ્ટે જણાવ્યું હતું કે, અમે આજે વડોદરા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. સાધુ, સંતો, મહંતો ભેગા થઈ ધર્મની લાગણી દુભાણી છે.સારંગપુર ધામમાં કષ્ટભંજન સ્થિત ધામ પર જે કઈ ધર્મ વિરોધી તકતીઓ લગાવવામાં આવી છે. તેને કાઢી નાખવામાં આવે અને અવારનવાર હિન્દુ દેવી દેવતાનાઓ પર જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાય વિરોધ કરતા હોય અને નીચે પાડી બતાવતા હોય છે, ત્યારે અમે તેનો સખત પણે વિરોધ કરતા હોયએ છીએ અને આગળ જતા રાવણ નીતિ, વૈદિક નીતિ પ્રમાણે અમે શાસ્ત્ર અને શસ્ત્રથી અમે વિરોધ કરીશું.

એજ્યુકેટેડ સંતો દ્વારા પ્રહાર
આ સાથે કરણી સેનાના પ્રવક્તા મહેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, સનાતન ધર્મ પર એજ્યુકેટેડ સંતો દ્વારા આ પ્રહાર કરવામાં આવ્યો છે. 175મી ભૂલ અને હવે તો તકતી લગાવીને હનુમાનજીને ભક્ત બનાવવાનું આ દુ સાહસ કર્યું છે. શાસ્ત્ર એટલે ભૂદેવો-સાધુઓ, શસ્ત્ર એટલે ક્ષત્રીઓ ભેગા થઇ ગયા છે અને સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ. રાષ્ટ્ર વિરોધી કૃત્યને ચાવી નહીં લેવામાં આવે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *