બોટાદએક કલાક પેહલા
- કૉપી લિંક
શ્રધ્ધાનું બીજુ નામ એટલે કિંગ ઓફ સાળંગપુર. વિશ્વમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે આજે મંગળવાર અને15મી ઓગષ્ટ સ્વાંતત્ર્ય પર્વ નિમિત્તે હનુમાનજી દાદાને તિરંગાનો શણગાર કરીને દાદાની મૂર્તિને ફૂલોથી રાષ્ટ્ર ધ્વજનો આકાર આપી દિવ્ય શણગાર કરી સ્વાંતત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શને ઉમટ્યા છે અને દાદાના દિવ્ય શણગારના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલ સુપ્રસિધ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર આવેલું છે. અહિં મંદિર દ્વારા વાર તહેવારે અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. હનુમાનજી દાદાને દરરોજ અલગ અલગ વાઘાઓ તેમજ અલગ અલગ શણગાર કરવામાં આવે છે. ત્યારે દરરોજ મોટી સંખ્યામાં હરિભક્તો દાદાના દર્શન કરવાઆવે છે. આજે 15મી ઓગષ્ટ અને સ્વાંતત્ર્ય પર્વ અને મંગળવારના રોજ શ્રી કષ્ટભંજનદેવને તિરંગાનો શણગાર તેમજ દાદાની મૂર્તિને ફુલોથી રાષ્ટ્રધ્વજનો દિવ્ય શણગાર કરવામાં આવેલ છે. મંદિર પ્રશાસન દ્વારા સવારે 05:30 કલાકે મંગળા આરતી તેમજ સવારે 07:00 કલાકે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.
તેમજ આજે મંગળવાર દરમિયાન શ્રી હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવેલ છે. ત્યારે વહેલી સવારથી હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શન તથા મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ છે. સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે વહેલી સવારથી ભક્તો હનુમાનજી દાદાના દિવ્ય શણગારના દર્શન કરી રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને સાળંગપુર ધામ દેશ ભક્તિના રંગે રંગાયુ હતું.
કષ્ટભંજન હનુમાનજી મંદિરે વહેલી સવારથી મુંબઈથી દર્શને આવેલા દિવ્યાબેને જણાવ્યું હતું કે, અમો વહેલી સવારથી સાળંગપુર હનુમાનજી દાદાના દર્શને આવ્યા છીએ આજે 15મી ઓગષ્ટ છે અને મંગળવાર છે એટલે સવારના દાદાની આરતી તેમજ દાદાને તિરંગાનો શણગાર તેમજ ફુલોથી રાષ્ટ્ર ધ્વજ બનાવેલ છે જે દર્શન કરવાનો અમને અનેરો લાવો મળ્યો છે. તેમજ જેથી ધન્યતા અનુભવવી છીએ તેમજ તમામના દાદા કષ્ટ દૂર કરે તેવી પાર્થના કરીએ છીએ.