રાજકોટએક કલાક પેહલા
- કૉપી લિંક
રાજકોટ શહેરમાં રોજબરોજ ઓનલાઇન ટ્રાન્ઝેક્શનથી થતી છેતરપિંડી અંગેની ફરિયાદમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આ વધતા જતા સાયબર ફ્રોડના બનાવોને અટકાવવા માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં રાજકોટ શહેર પોલીસ દ્વારા અલગ-અલગ 8 અરજદારોની ઓનલાઇન ફ્રોડમાં ગયેલ 1.98 લાખથી વધુની રકમ પરત અપાવવામાં આવી કાર્યવાહી હાથ ધરી છે.
ઓનલાઈન હોટેલ બુકીંગના નામે રૂપિયા 31,484નું ફ્રોડ
રાજકોટ શહેરના રૈયા રોડ પર રહેતા અરજદાર જીજ્ઞેશ કાંતીભાઈ ચાવડાએ ઉજ્જૈન જવા માટે ત્યાંની હોટેલના નંબર ગુગલમાંથી સર્ચ કરી ગુગલમાં આપેલ નંબર મારફતે ફોન કરી અરજદાર હોટલ બુકિંગ કરવા માટે કુલ રૂ.31,484 તેને આપેલ કોડ મારફતે ટ્રાન્સફર કરી આપેલ બાદ અરજદાર પાસે વધારે રકમ માગતા અરજદારને તેની સાથે ફ્રોડ થયાનું જાણ થતા અરજદારે તા.11.05.2023ના રોજ અરજી આપી હતી, જેના આધારે તપાસ કરી ગાંધીગ્રામ પોલીસની નાણાકીય ફ્રોડ ડિટેક્શન ટીમ દ્વારા તપાસ કરી અરજદારના બેન્ક એકાઉન્ટ ખાતે તપાસ કરી તેની રકમ જે એકાઉન્ટમાં ગયેલ તેનુ એકાઉન્ટ ફ્રીઝ કરાવી બેંકનાં નોડલ ઓફીસરનો સંપર્ક કરી આજ રોજ તા.19.08.2023ના રોજ રૂ.31,484 પૂરેપૂરી રકમ પરત અપાવેલ છે.
ખીલી બનાવવાનાં મશીનના પાર્ટની ખરીદીમાં છેતરપિંડી
રાજકોટ શહેરનાં ઉદ્યોગનગર કોલોની ખાતે રહેતાં અરજદાર અબ્દુલભાઇ કાદરભાઇ કટારીયાને ખીલી બનાવવાનાં મશીનનાં પાર્ટ ખરીદી કરવા એક અજાણ્યા શખ્સનાં સંપર્કમાં આવ્યા હતા. તેણે અરજદારને ખરીદી માટે એડવાન્સ પેમેન્ટ આપવા જણાવ્યું અને અરજદાર પાસે એપ્લિકેશન ડાઉનલોડ કરાવતા અરજદારે તેને પોતાના એક્સિસ બેન્ક એકાઉન્ટ સાથે એટેચ કરેલ અને ત્યારબાદ પેમેન્ટ આપવા માટે તેમણે જણાવ્યા મુજબ અરજદારે પ્રોસેસ કરતા અરજદાર સાથે કુલ રૂ.79,959 ફ્રોડ થયેલનું જણાતા 1930 પર કોલ કરી પોતાની ઓનલાઈન અરજી નોંધાવેલ હતી. જે બાદ નાણાકીય ફ્રોડ ડિટેક્શન ટીમ દ્વારા તપાસ કરી અરજદારનું બેન્ક એકાઉન્ટ ખાતું તપાસ કરી તેની રકમ જે એકાઉન્ટમાં ગયેલ તેનુ એકાઉન્ટ ફ્રીઝ કરાવી બેન્કનાં નોડલ ઓફીસરનો સંપર્ક કરી આજ રોજ તા.19.08.2023ના રોજ રૂ.79,959 પૂરેપૂરી રકમ પરત અપાવેલ છે.
ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાના નામે છેતરપિંડી કરી
રાજકોટ શહેરનાં અરજદાર અમિતભાઇ જયંતીભાઇ પદ્માણી પ્લાસ્ટીકનાં વેપારી છે અને તેમને અજાણ્યા ઇસમ દ્વારા ક્રેડિટ કાર્ડની લીમીટ વધારવાના નામે ફોન કરી રૂ.58,752નું ફ્રોડ થયેલ જેથી અરજદારે સાયબર હેલ્પલાઇન પોર્ટલ 1930 પર અરજી આપતા સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ટેક્નિકલ એનાલીસીસ કરી તપાસના અંતે અરજદારની ગયેલ સંપૂર્ણ રકમ રૂ.58,752 પરત અપાવેલ છે. આ ઉપરાંત રાજકોટ શહેર થોરાળા પોલીસ દ્વારા પણ અલગ-અલગ પાંચ અરજદારો સાથે થયેલ ઓનલાઇન ટ્રાન્ઝેકશનથી ફ્રોડમાં ગયેલ રકમ રૂ.39,506 પરત અપાવવમાં આવી છે.
.