પાલનપુર40 મિનિટ પેહલા
- કૉપી લિંક
સાળંગપુરના કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર આયોજીત 175માં શતામૃત મહોત્સવનું આયોજન થયેલ છે. ત્યારે સાળંગપુરથી શરૂ થયેલ રથયાત્રા દ્વારા ગુજરાતની જનતાને ૫ધારવા આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. જે રથયાત્રા શનિવારે પાલનપુર આવી પહોંચતા શહેરની જનતાએ રથનું સ્વાગત કર્યું હતું. આખું શહેર જય શ્રી રામના નારાઓથી ગગન ગુંજી ઉઠ્યું હતું.
રથયાત્રા શનિવાર સવારે જલારામ બાપાના મંદિરેથી નીકળી પાલનપુર શહેરમાં વિવિધ વિસ્તારો અને રાજમાર્ગ પર ફરી લોકોને આમંત્રિત કર્યા હતા. જેમાં વિવિધ સંગઠનો, અગ્રણીઓ, સેવાભાવી સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ સાથે સંકળાયેલા અને ધર્મપ્રેમી જનતા દ્વારા રથયાત્રનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
પાલિકા પ્રમુખ કિરણબેન રાવલ, જલારામ સેવા ટ્રસ્ટના પ્રમુખ જશુભાઇ ઠક્કર તેમજ ભારતીય જનતા પાર્ટીના વિવિધ મોરચાના અગ્રણીઓ અને કાર્યકરો સાથે વિવિધ મોરચાના આગેવાનો દ્વારા કષ્ટભંજન હનુમાનજી દાદાના દર્શન કરી રથયાત્રાને વધાવી લીધી હતી. આ શહેરના વિવિધ માર્ગો પર રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું, સાંજે 4-00 વાગ્યે ગણેશપુરા વાડીમાંથી રથયાત્રાએ અંબાજી તરફ પ્રસ્થાન કર્યું હતું.
.