વડોદરાએક કલાક પેહલા
- કૉપી લિંક
ભાજપામાથી સસ્પેન્ડ કરાયેલા પાદરાના ભાજપાના પૂર્વ ધારાસભ્ય અને બરોડા ડેરીના પૂર્વ ચેરમેન દિનેશ પટેલે (દિનુ મામા) આજે પ્રદેશ પ્રમુખની હાજરીમાં ઘરવાપસી કરી હતી. નોંધનિય છે કે, ગત વિધાનસભાની ચૂંટણી દરમિયાન તેઓને ટિકીટ ન મળતા બળવો કરી ચૂંટણી લડતા પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
આજે ઘરવાપસી કરી
ભાજપા દ્વારા નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પેહલાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના આજે જનસંપર્ક કાર્યાલયના ઉદ્ઘાટન કાર્યક્ર્મમા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં પક્ષમાંથી સસ્પેન્સ કરાયેલા દિનુ મામાને કેસરિયો ધારણ કરાવી ઘરવાપસી કરાવવામાં આવી હતી. દિનુ મામા સાથે કાર્યકરો પણ ભાજપમાં ઘરવાપસી કરશે.
પાદરામાં ભાજપામાં ચર્ચા
જે તે સમયે બળવો કરી ભાજપ પક્ષથી અલગ થઇ ગયેલા દિનેશ પટેલ (દિનુમામા) એ ભાજપામાંથી રાજીનામું આપી દીધું હતું અને ત્યારબાદ ભાજપે બળવાખોર દિનુમામાને પક્ષમાંથી સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા હતા. તે સમયે પક્ષ દ્વારા બળવાખોરને પક્ષમાં પરત નહિ લેવામાં આવે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી. જોકે, આજે સસ્પેન્ડ કરવામાં આવેલા પાદરાના પૂર્વ ધારાસભ્ય દિનેશ પટેલ (દિનુ મામા)ને પક્ષમાં પરત લેવામાં આવતા ભાજપામાં ચર્ચાનો વિષય બન્યો હતો.
.