Rapar police checked workers in hotels, Panna Galla and other eateries in the town as part of public safety and also checked vehicles. | રાપર પોલીસે જાહેર સલામતી અંતર્ગત નગરના હોટલ, પાનના ગલ્લા સહિતની ખાણીપીણીમાં કામદારોની તપાસ કરી, વાહનો પણ ચકાસ્યા

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Kutch
  • Rapar Police Checked Workers In Hotels, Panna Galla And Other Eateries In The Town As Part Of Public Safety And Also Checked Vehicles.

કચ્છ (ભુજ )29 મિનિટ પેહલા

  • કૉપી લિંક

સરહદી વિસ્તાર ધરાવતા વાગડમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર જાહેર સલામતી અંતર્ગત તાલુકા મથક રાપર ખાતે પોલીસ દ્વારા ખાસ તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સરહદી વિસ્તારમા કોઈ અનિચ્છનીય ઘટના ના બને અને કોઇ માદક પદાર્થ કે અન્ય કોઈ સંદિગ્ધ ગતિવિધિ થાય છે કેમ તે સહિતની બાબતે નગરમાં હજાર અજાણ્યા શખ્સોની તપાસ હાથ ધરી હતી.ઉલ્લેખનિય છે કે હાલમાંજ રાપર ખાતે પોલીસ દ્વારા પરપ્રાંતીય લોકોની હાજરીને ધ્યાનમાં લઈ વેપારીઓ સાથે બેઠક યોજાઇ હતી જેમાં બરાતું કામદારોની નોંધ કરાવવા તાકીદ પણ કરાઈ હતી.

બોર્ડર રેન્જ આઈજી જે. આર. મોથાલીયા અને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર અને ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ રાપર પોલીસ ઇન્સ્પેક્ટર વી. કે ગઢવી તથા પોલીસ સ્ટાફ દ્વારા રાપર શહેરમાં ચા ની હોટલ, પાનના ગલ્લા, નાસતાની દુકાનો અને ગેસ્ટ હાઉસમાં ખાસ તલાસ અભિયાન હાથ ધરી અજાણ્યા લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. ખાસ કરીને નાના મોટા વાહનો તેમજ લારિધારક શાકભાજીના વિક્રેતાઓની પણ અભિયાન હેઠળ રાપર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ કામગીરી રાપર શહેરના દેના બેંક ચોક, સલારી નાકા, પ્રાગપર ચાર રસ્તા, ખોડીયાર મંદિર રોડ, મુખ્ય બજાર, ગુરુ કુળ રોડ, રિલાયંસ ચોકડી સહિતના વિસ્તારોમાં પીએસઆઇ આર આર આમલીયાર, પીએસઆઇ જી.બી.માજીરાણા, ટ્રાફિક શાખાના મુકેશસિંહ રાઠોડ, વસરામ ચૌધરી વિગેરે જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *