અમદાવાદએક કલાક પેહલા
- કૉપી લિંક
અમદાવાદ સહિતની મહાનગરપાલિકાઓમાં ભાજપના સત્તા દેશોની અઢી વર્ષની ટર્મ પૂરી થઈ રહી છે ત્યારે મેયર સહિતના પદાધિકારીઓની વરણી કરવામાં આવશે. ત્યારે અમદાવાદમાં મહિલા મેયરની નિમણૂક કરવાની છે જેના પગલે રક્ષાબંધનના તહેવારની પૂર્વ સંધ્યાએ અમદાવાદમાં ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલો રક્ષાબંધનનો કાર્યક્રમ ચર્ચાનો વિષય બન્યો હતો. શહેર ભાજપના હોદ્દેદારો અને સંગઠનના નેતાઓ સહિત ભાજપના ધારાસભ્યોને ભાજપના વર્તમાન કોર્પોરેટર મહિલાઓએ રાખડી બાંધી હતી. શહેર ભાજપના હોદ્દેદાર- ધારાસભ્યોના આશીર્વાદ તેઓએ મેળવ્યા હતા અને બહેનોએ અમને આશીર્વાદ આપો તેમ કહ્યું હતું ત્યારે કયા હવે ભાઈઓએ ક્યાં બહેનને મેયરપદ માટે પોતાના નામ ઉચ્ચ નેતાઓ સુધી આપવાનું વચન આપી હોવાની ચર્ચા જાગી છે.
શહેરમાં આગામી 9મી સપ્ટેમ્બરના રોજ હાલના મેયર સહિતના પદાધિકારીઓનો કાર્યકાળ પુર્ણ થઇ રહ્યો છે, અને આગામી અઢીવર્ષ માટે મહિલા મેયરની વરણી વર્તમાન કોર્પોરેટરમાંથી થનારી છે. મંગળવારે સાંજે OBC અનામતની ઉજવણી શહેર ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે કરવામાં આવી હતી આ ઉપરાંત રક્ષાબંધન તહેવારની ઉજવણીનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો. મોટાભાગના મહિલા કોર્પોરેટર તેમજ મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો પણ હાજર રહ્યા હતા. મહિલા કોર્પોરેટરોએ ધારાસભ્ય સહિત અન્ય ભાજપના હોદ્દેદારોને રાખડી બાંધી તેઓને મેયર પદ મળે તેવા આશીર્વાદ માગ્યા હોવાની ચર્ચા જાગી છે. મેયરની રેસ ખુબજ વેગવાન બનવાની છે ત્યારે કયા મહિલા કોર્પોરેટરને આ રક્ષાબંધન ફળશે તે બાબતે પણ અનેક ચર્ચાઓ ચાલી હતી.
.