પાલનપુર42 મિનિટ પેહલા
- કૉપી લિંક
- સેસન્સ કોર્ટે અગાઉની 1 વર્ષની સજાનો ચુકાદો યથાવત રાખ્યો
ભાસ્કર ન્યૂઝ|પાલનપુર પાલનપુર અને પાલનપુર તાલુકાના ગોળા ગામના બે આરોપીઓએ પોતાને થયેલી ચેક રીટર્નની સજાનો ચૂકાદો સેશન કોર્ટમાં પડકાર્યો હતો. એમાં ન્યાયાધીશે બંનેનો એક વર્ષની સજાનો ચૂકાદો યથાવત રાખ્યો હતો. પાલનપુર તાલુકાના ગોળા ગામના વૈભવકુમાર લાલજી પરમારે પાલનપુરની શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ કંપની લિમિટેડ શાખામાંથી ગાડી માટે લોન લીધી હતી. જેની બાકી નીકળતી રકમ રૂપિયા 3 લાખ ભરપાઇ કરવા માટે આપેલો ચેક રિર્ટન થયો હતો. આ અંગે બ્રાંચ કલેકશન મેનેજરે ફરિયાદ નોંધાવી હતી. જે અંગેનો કેસ ડિસ્ટ્રીકટ કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશ અજયકુમાર ત્રિલોકચંદ તિવારીએ ફરિયાદીના વકીલ જયેશ બી. ગોસ્વામીની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી વૈભવકુમાર પરમારને 1 (એક) વર્ષની સાદી કેદની સજા કરી હતી. જ્યારે પાલનપુર ઢુંઢીયાવડી વિસ્તારમાં રહેતા અનવરખાન અકબરખાન પઠાણે પાલનપુરની શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઇનાન્સ કંપની લિમિટેડ શાખામાંથી ટ્રક માટે લોન લીધી હતી. જેની બાકી નીકળતી રકમ રૂપિયા 20 લાખ ભરપાઇ કરવા માટે આપેલો ચેક રિર્ટન થયો હતો. જેમાં 1 (એક) વર્ષની સાદી કેદની સજા કરી હતી. જો રકમ ન ચૂકવે તો વધુ છ માસની સજાનો હૂકમ કર્યો હતો. દરમ્યાન બંન્ને આરોપીએ આ ચૂકાદા સામે બનાસકાઠાની સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી. જે ચાલી જતા બનાસકાંઠાના એડી સેશન્સ જજ પ્રતીક. જે. તમાકુવાલાએ ફરિયાદીના વકીલ જયેશ બી ગોસ્વામીની દલીલો ગ્રાહ્ય રાખી આ સેશન્સ કોર્ટે પણ અગાઉ નો ચુકાદો માન્ય રાખી સજા અને વળતરનો હુકમ કાયમ રાખ્યો હતો.
.