હિંમતનગર2 મિનિટ પેહલા
- કૉપી લિંક
- વરસાદ ખેંચાતા પિયત માટે ખેડૂતોને વીજળીની જરૂર
તલોદ ભારતીય કિસાન સંઘ દ્વારા સાબરકાંઠા કલેક્ટર અને તલોદ મામલતદારને લેખિત રજૂઆત કરી વરસાદ ખેંચાવાને કારણે ખરીફ વાવેતરને પર્યાપ્ત પિયત મળી રહે તે હેતુસર આઠ કલાકને બદલે વીજ પુરવઠો 10 કલાકનો કરી આપવા માંગણી કરાઇ હતી.
તલોદ ભારતીય કિસાન સંઘ દ્વારા રજૂઆત કરાઈ હતી કે તલોદ તાલુકામાં ડાંગરનું 300 હેક્ટરમાં વાવેતર થયું છે જૂન જુલાઈમાં સારા વરસાદ બાદ વીજ પુરવઠાની પિયત માટે જરૂરિયાત ઉભી થઈ ન હતી પરંતુ દાયકામાં પ્રથમ વખત ઓગસ્ટ માસ કોરો ધાકોર નીકળતા તલોદ તાલુકામાં મગફળી કપાસ દિવેલા અને કઠોળ જેવા પાકોમાં પણ તાત્કાલિક પિયત આપવુ પડે તેવી જરૂરિયાત ઉભી થઇ હોવાથી ખેતીવાડી ક્ષેત્રે આઠ કલાકને બદલે દસ કલાકનો વીજ પુરવઠો આપવામાં આવે તો ખરીફ વાવેતર ને બચાવી શકાય તેમ છે તલોદ તાલુકા ભારતીય કિસાન સંઘના પ્રમુખ કોદરભાઈ પટેલે જણાવ્યું કે છેલ્લા 10 વર્ષમાં પ્રથમ વખત ઓગસ્ટ માસ પૂરો ધાકોર નીકળ્યો છે અને પિયત મામલે વિકટ સ્થિતિનું નિર્માણ થયું છે.
.