દ્વારકા27 મિનિટ પેહલા
- કૉપી લિંક
- દ્વારકામાં ગોપાલ કૃષ્ણ ગૌશાળાને તંત્રની નોટીસ, અગાઉ આવેદન આપ્યું’તું
દ્વારકામાં આશરે ચાલીસ વર્ષથી ચરકલા રોડ પર હાઈવે ટચ માધવકૃષ્ણ ગૌશાળા કાર્યરત છે,જે સરકારી જમીન હોય આ ગોપાલ કૃષ્ણ ગૌશાળાની જમીનને લગત મ્યુઝીયમના વિસ્તારણ કામ માટે સરકારે ગૌશાળા માટે વપરાતી જમીનને ખાલી કરવા નોટીસ પાઠવી હતી.જેના વિરોધમાં ગૌસેવકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. ચાલીસ વર્ષથી ગૌશાળાના કામે ઉપયોગમાં લેવાતી આ જમીન પર ડીમોલીશન જેવી કામગીરી ન થાય તેવા હેતુસર આગામી તા.20 ઓગષ્ટને રવિવારના રોજ સાંજે 5.00 કલાકે માધવ કૃષ્ણ ગૌશાળાએથી ગૌસેવક ગૃપ દ્વારા વિરોધરૂપે રેલી કાઢવામાં આવનાર છે.
આ પહેલાં પણ થોડા દિવસ પહેલાં જ ગૌસેવકોએ ગૌશાળાને તૂટતાં અટકાવવા કલેકટર કચેરીએ આવેદન પણ પાઠવાયું હતું. જયારે દ્વારકામાં શ્રી ગોપાલ કૃષ્ણ ગૌશાળાને તંત્રની નોટીસના વિરોધમાં ઈન્ટરનેશનલ હયુમન રાઈટ્સ એસોસીએશન દ્વારા પ્રાત કચેરીએ વાંધા અરજી પાઠવી છે.ગૌશાળાના ઉપયોગમાં લેવાતી જગ્યાને ખાલી કરવાની તંત્રની સંભવિત થનાર કામગીરી વિરૂધ્ધ સામાજિક સંસ્થાઓ પણ આગળ આવી રહી છે. ઈન્ટરનેશન હયુમન રાઈટસ એસોસીએશનના દેવભૂમિ દ્વારકા જિલ્લાના પબ્લીક ગ્રીવીયન્સ વાઈસ ચેરમેન અનિલભાઈ લાલ દ્વારા પ્રાંત કચેરીએ આવેદન આપી માધવ કૃષ્ણ ગૌશાળાને સંભવિત રીતે ડીમોલીશનની થનાર કામગીરી વિરૂધ્ધ વાંધા અરજી પાઠવી છે.
.