Proposed underground power line in Gandhidham, Anjar | અંજાર,ગાંધીધામમાં ભૂગર્ભ વીજલાઇનની દરખાસ્ત

Spread the love

અંજારએક કલાક પેહલાલેખક: અર્પણ અંતાણી

  • કૉપી લિંક
  • વારંવાર વાવાઝોડાના કારણે દરિયાઇ વિસ્તારમાં થતાં નુકસાનીથી બચાવવા નવો વિચાર

અંજાર પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા પૂર્વ કચ્છમાં વારંવાર વાવાઝોડા જેવી કુદરતી આફતોની સ્થિતિ ઉભી થતી હોઇ દરીયા કિનારાથી 20 કિલોમીટરના દાયરામાં આવતા શહેરોમા઼ અંડરગ્રાઉન્ડ વીજ લાઇનો નાખવા માટે સરકારમાં દરખાસ્ત મુકાઇ છે , પરંતુ આજથી સાત વર્ષ પહેલાં વર્લ્ડ બેંકની સહાયથી 161.72 કરોડના ખર્ચે ગાંધીધામ માટેનો પ્રોજેક્ટ આગળ વધી જ ન શક્યો ત્યારે આ દરખાસ્ત બાદ ક્યારે આ પ્રોજેક્ટ અમલમાં આવે એ તો થાય ત્યારે જ સાચું , જો કે વીજ કંપની દ્વારા આગામી એક વર્ષમાં આ પ્રોજેક્ટ શરૂ થશે અને ત્રણ વર્ષમાં આ કામગીરી પૂર્ણ પણ કરી દેવાશે તેવો દાવો કરવામાં આવ્યો છે.

અંજાર પીજીવીસીએલ વર્તુળ કચેરીના સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળેલી વિગતો મુજબ , પૂર્વ કચ્છમાં વારંવાર વાવાઝોડા અને પૂર જેવી કુદરતી આફતો આવતી રહે છે. આ કુદરતી આફતોમાં વીજ પોલ ધરાશાઇ થઇ જવા, વીજતાર તૂટી જવાને કારણે વીજ કંપનીને મોટું નુકશાન પહોંચવાની સાથે લોકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ બાબતને ધ્યાનમાં રાખી દરીયા કિનારાના 20 કિલોમીટરના દાયરામાં આવેલા અંજાર, આદિપુર અને ગાંધીધામ ત્રણ શહેરોમાં વીજ કંપની દ્વારા સરકાર સમક્ષ અંડરગ્રાઉન્ડ વીજ લાઇન માટેના પ્રોજેક્ટની દરખાસ્ત મુકવામાં આવી છે. પ્રથમ તબક્કામાં 20 કિલોમીટરના દાયરામાં આવતા ત્યારબાદ 40 કિલોમીટરના દાયરામાં આવતા ગામોને પણ આવરી લેવાશે તેમ જણાવ્યું હતું.

જો કે, આજથી સાત વર્ષ પહેલાં વર્લ્ડ બેંકની સહાયથી 161.72 કરોડના ખર્ચે ગાંધીધામ અને આદિપુર વિસ્તારમાં હાલના ઓવરહેડ એચટી અને એલટી લાઇન તથા સર્વિસ લાઇનોને અંડરગ્રાઉન્ડ નેટવર્કમાં ફેરવવાની કામગીરી ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીના નેશનલ સાઇક્લોન રીસ્ક મીટીગેશન પ્રોજેક્ટ ફ્રેઝ-2 હેઠળ કરવામાં આવશે તેવું લગભગ નક્કી કરાયા બાદ મોટી જાહેરાતો પછી આ પ્રોજેક્ટ પર જાણે પૂર્ણ વિરામ લાગી ગયું છે. હવે વીજ ક઼પની દ્વારા સરકારમાં મુકવામાં આવેલી દરખાસ્ત બાદ અંડરગ્રાઉન્ડ લાઇન નાખવાનો પ્રોજેક્ટ સફળ રહે છે કે કેમ તે આવનારો સમય બતાવશે , હાલ પીજીવીસીએલ કંપનીના ના.કાર્યપાલક ઇજનેર એમ.આર.ધામેચાએ દરખાસ્ત મંજુર થયા બાદ એકવર્ષમાં આ કામગીરી શરૂ થઇ જશે અને આગામી ત્રણ વર્ષમાં આ કામગીરી પૂર્ણ પણ કરી દેવાશે તેવો દાવો કર્યો હતો.

અંડરગ્રાઉન્ડ કેબલિંગ થશે તેના આ ગેરફાયદા પણ છે
જો વીજ લાઇનો અંડરગ્રાઉન્ડ કરી દેવાય તો અનેક ફાયદાઓ છે સાથે આ સિસ્ટમના ઘણા ગેરફાયદા પણ રહેલા છે જેમાં પાલિકા, આર એન્ડ બી , બીએસએનએલ જેવા તંત્રોના કોન્ટ્રાક્ટરો આડેધડ ખોદકામ કરતા રહે છે જેમાં અંડરગ્રાઉન્ડ કેબલ કટ થતાં વીજ વિક્ષેપ તેમજ અકસ્માતનો ભય પણ રહેલો છે, તો અનેક લોકો પોતાના ઘર પાસે ખાનગી રીતે ખોદકામ કરાવતા હોય છે તેમાં પણ આ ભય રહેલો છે ત્યારે જો અંડરગ્રાઉન્ડ કેબલિંગ કરાય ત્યારબાદ વીજ કંપનીને જાણ કરી તેમના જવાબદાર કર્મચારીની હાજરીમાં ખોદકામ કરાય તો આ પ્રોજેક્ટ અતિ સફળ ગણી શકાશે તેવું વીજ કંપનીના નાયબ કાર્યપાલક ઇજનેરે જણાવ્યું હતું.

જો અંડરગ્રાઉન્ડ લાઇનો પડે તો આ ફાયદા થાય
સાત વર્ષ પહેલાં વર્લ્ડ બેંકની સહાયથી નક્કી કરાયેલો અંડરગ્રાઉન્ડ વીજ લાઇનનો પ્રોજેક્ટ નાકામ રહ્યો છે પરંતુ જો વીજ કંપનીની દરખાસ્ત બાદ જો આ પ્રોજેક્ટ હાથ ધરાશે તો ફ્લેક્ષીબલ નેટવર્કની સ્થાપના, કુદરતી આફતોમાં અવિરત વીજપુરવઠાની જાળવણી, ઇલેક્ટ્રીક નેટવર્ક અને પર્યાવરણથી થતી નુકસાન ઘટાડવામાં આ કેબલિંગ સિસ્ટમ મદદરૂપ થશે , વીજવિક્ષેપ અને અકસ્માતમાં ઘટાડો, સલામતી, વીજલોસ ઘટશે, વીજ મેઇન્ટેનન્સની કામગીરીમાં પણ ઘટાડો અને વીજ ગ્રહાકોને વધુ સારી સુવિધા મળશે જેવા અનેક ફાયદાઓ થશે પરંતુ જ્યારે આ સિસ્ટમ થશે ત્યારે..

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *