પાટણ20 મિનિટ પેહલા
- કૉપી લિંક
પાટણ। પુનાભા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર પાટણ દ્વારા ચંદ્રયાન ૩ના સફર ઉતરાણ પ્રસંગે આદર્શ વિદ્યા સંકુલ પાટણના પટાંગણમાં વિવિધ પ્રવૃતિઓ યોજાઈ હતી. કેન્દ્રના કો-ઓર્ડીનેટર વનવીરભાઈ ચૌધરીએ ચંદ્રયાન મિશનની માહિતી આપી હતી. ધોરણ 8ના વિદ્યાર્થીઓને કોમ્યુનીકેટર દર્શનભાઈ ચૌધરીએ રોકેટ બનાવતા શીખવ્યું હતું. વિદ્યાર્થીનીઓ દ્વારા ચંદ્રયાન ૩ના સફળ ઉતરાણની શુભેચ્છા પાઠવતી રંગોળી દોરી હતી. ૧૧ સાયન્સના વિદ્યાર્થીઓને કતપુર એન્જીનીયરીંગ કોલેજના પ્રાધ્યાપક ડૉ.હર્ષદ ભુતાડીયા દ્વારા સ્પેસ ટેકનોલોજી, ચંદ્રયાન ૩ વિશે માહિતી આપી કહ્યું કે ચંદ્રની ભૂમિ પર હિલિયમ 3 વિશેષ પ્રમાણમાં રહેલું છે. હિલીયમની થોડી માત્રામાંથી ઘણી ઊર્જા પ્રાપ્ત કરી શકાય છે. જે ભવિષ્યમાં ઊર્જા અછતને નાબુદ કરી શકે છે. ત્યારબાદ વક્તૃત્વ અને ચિત્ર સ્પર્ધામાં 53 બાળકોએ ભાગ લીધો હતો. સાંજે સફળ લેન્ડીંગની સમગ્ર ઘટના પ્રોજેક્ટર દ્વારા બતાવી હતી.