મહિસાગર (લુણાવાડા)21 મિનિટ પેહલા
- કૉપી લિંક
મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રોહીબિશનના નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી તથા મહીસાગર જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે સૂચના કરી છે. જે મુજબ મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી.ભરવાડની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એમ.મકવાણા તથા એલ.સી.બી સ્ટાફના માણસો વિરેન્દ્રસિંહ, ધર્મેન્દ્રભાઈ, નરેન્દ્રભાઈ અને ગૌરવસિંહ સહિતના માણસોની અલગ અલગ ટીમ બનાવી તાપસ હાથ ધરી હતી.
LCB ટીમ તાપસસમાં હતી તે દરમિયાન એલ.સી.બી. પી.આઈ. આર.ડી.ભરવાડને બાતમી મળી હતી તે આધારે બાકોર પોલીસ સ્ટેશને નોંધાયેલ પ્રોહીબિશન એક્ટ કલમ 65 (E),98 (2),116બી મુજબના ગુન્હાના નાસતા ફરતા આરોપી પ્રશાંત સુરેશભાઈ ચૌહાણ, રહેવાસી પિતૃઆશિષ બ્લોક નંબર 15 ક્રિષ્ણા પાર્ક સોસાયટી માલવીયા નગર રાજકોટ જેને LCB દ્વારા ઝડપી પાડી મહીસાગર ખાતે લાવી આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે બાકોર પોલીસ સ્ટેશન આવેલ છે. આમ મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે નાસતા ફરતા આરોપીને રાજકોટ ખાતેથી ઝડપી પાડ્યો હતો.