મહેસાણા6 કલાક પેહલા
- કૉપી લિંક
મહેસાણા જિલ્લામાં વરસાદી સિઝન દરમિયાન ઠેરઠેર પાણી ભરાઈ રહેતા મચ્છરોના બ્રિડીગ મળી આવતા આરોગ્ય વિભાગ દ્વારા સંઘન તપાસ કરવામાં આવી રહી છે.જેમાં જે વિસ્તારમાં પાણી ભરેલા પાત્રોમાં મચ્છરોના બ્રિડીગ મળી આવતા આરોગ્ય વિભાગની ટીમ નોટિસ અને દંડ ફટકારવાની કામગીરી કરી રહી છે.ત્યારે આજે મહેસાણાના સમર્પણ બીલડીગ ના કેમ્પસમાં તપાસ દરમિયાન 33 પાત્રો પાણીથી ભરેલા મળી આવ્યા હતા.જેમાં 3 પાત્રોમાંથીમચ્છર ના બ્રિડીગ મળી આવ્યા હતા.
જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મહેશ કાપડિયા તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડો. સુહાગ શ્રીમાળી અને અર્બન જીઆઈડીસી અને નાગલપુરના સ્ટાફ સાથે રાખી સમર્પણ હાઇડ્સ માં વાહક જન્ય રોગ નિયંત્રણ અંતર્ગત પાણીથી ભરાઈ રહેલ પાત્રોનું સર્ચ કરવામાં આવ્યું હતું. જેમાં સમર્પણ હાઈડ્સ બિલ્ડીંગ નું કામ ચાલુ હોય તેનું સર્ચ કરતા વિસ્તારમાં કુલ 32 પાત્રોની પાણીથી ભરાયેલ મળેલ જેમાંથી 3પાત્રોમાં મચ્છરોના બ્રિડીંગ મળી આવતા જે વાહક જન્યરોગ ફેલાવી શકે છે. જેવા કે મેલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા થઈ શકે છે.
આમ કોન્ટ્રાક્ટર ને અગાઉ સર્ચ દરમિયાન નોટિસ આપેલ હતી તેમ છતાં મચ્છરોના બ્રિડીંગ મળતાં તેમને નોટિસ તેમજ 2000 રૂપિયા નો દંડ સ્થળ ઉપર વસૂલ ફટકારવામાં આવ્યો હતો . અને તાકીદ કરવામાં આવી કે હવે પછી આ પ્રકાર ના બ્રિડીંગ જોવા મળશે તો 3 ગણો દંડ વસુલ કરવામાં આવશે.વધુમાં કન્સ્ટ્રક્શન સાઈટ માં ફોગીંગ મશીન રાખવું અને ઓઇલ નો છંટકાવ કરવો જેવા સૂચનો પણ કરેલ કરવામાં આવ્યા હતા. જેથી રોગચાળો અટકાવી શકાય.