Presentation of 10 consecutive hours of electricity | અપૂરતી વીજળી મુદ્દે ખેડૂતોને સાથે રાખી કોંગ્રેસના ધરણા; PGVCL વર્તૃળ કચેરી ખાતે ધરણા યોજી આવેદનપત્ર આપવામાં આવ્યું

Spread the love

પોરબંદર4 કલાક પેહલા

  • કૉપી લિંક

મેઘરાજા પણ હાલમાં જાણે કે જગતના તાતની પરીક્ષા લઇ રહ્યા હોય તેમ શરુઆતમાં ભારે અને સતત વરસાદ પડ્યા બાદ છેલ્લા દોઢ માસ જેટલા સમયથી વરસાદ બિલ્કુલ વરસ્યો નથી. પોરબંદર જિલ્લામાં પણ વગર પાણીએ ખેડૂતોના પાક સુકાઈ રહ્યા છે. ત્યારે જે ખેડૂતો પાસે તળાવ કૂવા સહિતની સુવિધાઓ છે. તેઓ પોતાના પાકને બચાવવા પાકને પાણી પહોંચાડવા પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ આ સમયે જિલ્લામાં અપુરતો વિજ પુરવઠો મળતો હોવાની ખેડૂતો દ્વારા ફરિયાદ ઉઠી રહી છે.

ખેડૂતોના આ મહત્વના પ્રશ્ને પોરબંદર જિલ્લા કોંગ્રેસના આગેવાન રામદેવ મોઢવાડીયા સહિતની આગેવાનીમાં ખેડૂતોને સાથે રાખી પીજીવીસીએલ વર્તુળ કચેરી ખાતે ધરણાં યોજી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને અધિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી.

ખેડૂતો અને કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, લાઈટો વારંવાર આવક જાવક કરે છે. કાંતો ફોલ્ટ થયા બાદ દિવસો સુધી રીપેર કરવામાં આવતો નથી. કોંગ્રેસ દ્વારા માગ કરવામાં આવી હતી કે 1 પોરબંદર સર્કલ નીચેના બગવદર સબ ડીવીઝન અને કોસ્ટલ ડીવીઝનમાં એગ્રીકલ્ચર ગ્રાહકો ખુબ જ વધારે છે.

જેથી ફોલ્ટ થાય ત્યારે અત્યારના મરામતના સ્ટાફથી ફોલ્ટ એટેન્ડ કરવામાં ઘણી વખત 5-7 દિવસ નીકળી જાય છે. તેથી જર્જરીત વાયરો બદલવા અને હયાત નેટવર્ક રેકટીફાય કરવા માટેની સર્વે એજન્સી આઉટ સોર્સ કરીને તાત્કાલીક ધોરણે મંજુર કરવામાં આવે 2 કોસ્ટલ સબ ડીવીઝનના કુછડી એજી ફીડર રીણાવાડા, એજી ફીડર, રાતડી ફીડર સહિતના અન્ય લાંબા ફીડરો અને બગવદર સબ ડીવીઝન હેઠળના આંબારામા એસએસના કમીઆઈ ફીડર, ચુંડાવદર ફીડર, લીરબાઈ ફીડરનું તાત્કાલીક ધોરણે વિભાજન કરવામાં આવે.

બખરલા એસએસ અને ખાંભોદર એસએસ હેઠળના લાંબા ફીડરોનું વિભાજન કરવામાં આવે. કિંદરખેડા ફીડરનું વિભાજન કરવામાં આવે. 3 કોસ્ટલ સબ ડીવીઝનમાં અને બગવદર સબડીવીઝનમાં વાહનો સાથેની એલએમજી ટીમોની સંખ્યા 3 ગણી કરવામાં આવે (પિયતના સમય સુધી) 4 આંબારામા, બખરલા, બોખીરા, શીંગડા, મિયાવદર સહિતના સબ-સ્ટેશનમાં મીની મેઈન્ટેનેન્સ ટીમ, રૂ લાઈન મેન વધતાં 4 ટેકનીશ્યન સાથેની તાત્કાલીક ડીપ્લોય કરવામાં આવે 5 ટ્રાન્સફોર્મરની રિપેરીંગની ગુણવતાની યોગ્ય ચકાસણી કરવામાં આવે, બળી ગયેલ ટ્રાન્સફોર્મર બદલવા માટે 24 કલાકની સમયમર્યાદામાં બદલવામાં આવે 7 ફોલ્ટ રજીસ્ટર કરવા માટે રાઉન્ડ ધ કલોક 2 માણસો ડીપ્લોય કરવામાં આવે.

ફોલ્ટ એટેન્ડ કરવા માટે યોગ્ય મોનીટરીંગ મીકેનીઝમ સર્કલ લેવલેથી ગોઠવવામાં આવે 8 નેટવર્ક સર્વે કરવા માટે તેનો પ્રોજેકટ બનાવવા માટે, પ્રોજેકટ મંજુરી સુધીની પ્રક્રિયા માટે આઉટસોર્સ એજન્સી ડીપ્લોય થાય તો જ સમયસર નેટવર્ક સુધારણાની પ્રક્રિયા અમલમાં આવશે અન્યથા હયાત સ્ટાફથી કામગીરી શકય દેખાતી નથી. તેવી માગ કરવામાં આવી હતી.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *