Praise him for keeping Gujarati alive more: Rajendra Shukla | ગુજરાતીને વધુ જીવંત રાખવા તેનો મહિમા કરો:રાજેન્દ્ર શુક્લ

Spread the love

અમદાવાદ36 મિનિટ પેહલા

  • કૉપી લિંક
  • ‘વીર નર્મદ સાહિત્યગૌરવ પારિતોષિક’એનાયત

ગુજરાતી ભાષા મારો શ્વાસોશ્વાસ છે. મારા માટે ગુજરાતીનું મહત્વ આંકીએ એટલું ઓછું છે. આ ભાષા વિના વિચાર પણ શક્ય નથી. હું અત્યંત આશાવાદી છું એટલે કહું છું કે ભલે કોઈ ગમે તે કહે કે અંગ્રેજી કલ્ચર વચ્ચે ગુજરાતીનું શું થશે તો હું કહું છું કે ગુજરાતીનું ભવિષ્ય ઉજ્જવળ છે. જો કોઈએ તેને વધુ જીવંત રાખવા પ્રયાસો કરવા હોય તો હું કહીશ કે આપણી માતૃભાષાનો મહિમા કરો. આ શબ્દો છે કવિ રાજેન્દ્ર શુક્લનાં. રઘુવી ચૌધરી અને વિશ્વકોશના ટ્રસ્ટી પદ્મશ્રી કુમારપાળ દેસાઈની ઉપસ્થિતિમાં ગુજરાત વિશ્વકોશ ખાતે વિશ્વ ગુજરાતી ભાષા દિવસની ઉજવણી નિમિત્તે તેમને ‘વીર નર્મદ સાહિત્ય ગૌરવ પારિતોષિક’એનાયત થયું. રાજેન્દ્ર શુક્લએ કહ્યું કે, ‘કોઈ પણ માતૃભાષા હોય ગુજરાતી હોય કે પછી અન્ય ભાષા હોય જો તેનો વ્યવહારમાં રોજબરોજ ઉપયોગ થાય તો તે અકબંધ જ રહે છે. તેના અસ્તિત્વને કોઈ હલાવી શકતું નથી.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *