Porbandar district-taluka level best performing teachers were honored with citations. | પોરબંદર જિલ્લા-તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ કર્મયોગી શિક્ષકોને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયા

Spread the love

પોરબંદર37 મિનિટ પેહલા

  • કૉપી લિંક
  • તાલુકા કક્ષાએ 5 હજાર, જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકોને 15 હજારના ચેક અપાયા
  • જ્ઞાન સાધના તથા જ્ઞાન સેતુ પરીક્ષામાં ઉતીર્ણ થનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા

ગુજરાત સરકાર,શિક્ષણ વિભાગ અને પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તથા જિલ્લા વહીવટી તંત્ર પોરબંદરના સયુંકત ઉપક્રમે આજરોજ તા.05 સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિતે જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકો સન્માન સમારોહ બિરલા હૉલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખના અઘ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં જિલ્લા તથા તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગી શિક્ષકોને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયા હતા.

પોરબંદરના બિરલા હૉલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મંજુબેન કારાવદરા અઘ્યક્ષસ્થાને શિક્ષક દિવસની ઉજવણી કરાઇ હતી. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ મંજુબેન કારાવદરા જણાવ્યું હતું કે આજરોજ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન જન્મદિવસને શિક્ષક દિન નિમિતે ઉજવવામાં આવે છે. ત્યારે શિક્ષકોએ સમાજની કરોડરજ્જુ સમાન છે. આ તકે જિલ્લા કલેકટર કે. ડી.લાખાણી જણાવ્યું હતું કે, જીવનમાં શિક્ષણનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ શિક્ષકનું પણ છે. કોઈપણ બાળકની સફળતામાં માતા પિતા બાદ સૌથી અમૂલ્ય યોગદાન શિક્ષકનું હોય છે. બાળક જ્યારે અભ્યાસ કરવાનું શરૂ કરે ત્યાંથી લઈને સફળતાના શિખરો સર કરે ત્યાં સુધીનું યોગદાન શિક્ષકનું હોય છે. ઉલ્લેખનીય છે કે,તાલુકા કક્ષાએ શ્રેષ્ઠતા સન્માન પ્રાપ્ત કરનારા શિક્ષકોને રૂ. 5 હજારનો ચેક તેમજ શાલ અને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરાયા હતા. જ્યારે જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠતા સન્માન પ્રાપ્ત કરનારા શિક્ષકોને રૂ. 15 હજારનો ચેક, શાલ અને પ્રશસ્તિપત્ર આપી પુરસ્કૃત કરાયા હતા. જેમાં જિલ્લા કક્ષાએ પે સેન્ટર કુમાર શાળા પોરબંદરના દર્શનાબેન માવદીયા તેમજ તાલુકા કક્ષાએ ચિકાસા પ્રાથમિક શાળાના ચૌહાણ ચંદ્રિકાબેન, ખંભાળા પે સેન્ટર શાળાના પંચમતિયા અંકિતાબેન તેમજ આદિતપરા પ્રાથમિક શાળાના જોશી પ્રજ્ઞાબેન પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયા હતાં. તેમજ શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગી શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું.

પોરબંદરમાં શિક્ષણ વિભાગ, પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે બિરલા હોલ ખાતે શિક્ષક દિવસની ઉજવણી કરાઇ

જિલ્લા કક્ષાએ જ્ઞાન સાધના અને જ્ઞાન સેતુ પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર 13 જેટલા વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતાં. જેમાં જ્ઞાન સાધના પરીક્ષામાં કુલ 6 તથા જ્ઞાન સેતુ પરીક્ષામાં કુલ 7 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા. તેમજ મહાત્મા ગાંધી અંગ્રેજી માધ્યમ શાળાના 4 શિક્ષકોને પાંચ વર્ષની નોકરી પૂર્ણ કરી ફૂલ પે માટેના ઓર્ડર મહાનુભાવોને હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *