રાજકોટ4 કલાક પેહલા
- કૉપી લિંક
શ્રાવણ મહિનાની શરૂઆત થાય એટલે સૌરાષ્ટ્રમાં જાણે જુગારની મોસમ ખીલી રહી હોય તેમ રોજ બરોજ અલગ અલગ જગ્યાએ જુગાર રમતા જુગારીઓ પોલીસના હાથે ઝડપાતા હોય છે આજે ફરી રાજકોટ શહેર પોલીસ દ્વારા શહેરની આશ્રય ગ્રીન સોસાયટી, તક્ષશીલા એપાર્ટમેન્ટ, આભુષણ કોમ્પલેક્ષ સહિત જુગારના પાંચ જગ્યાએ દરોડા પાડી 28 શખ્સોને ઝડપી પાડી કુલ રૂ. 3.53 લાખનો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
જુગારધામમાં દરોડો પાડી મુદ્દામાલ કબ્જે કર્યો
રાજકોટ તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગ પર હતી તે દરમિયાન મળેલ ચોકકસ બાતમીના આધારે આશ્રય ગ્રીન સોસાયટી પાર્થ વિદ્યાલયની બાજુમાં ફલેટ નં.સી-103માં રહેતા નિલેશ લક્ષ્મીદાસ ગામીના મકાનમાં ચાલતા જુગારધામમાં દરોડો પાડી નિલેશ ગામી, વિપુલ મનસુખ અઘેરા, વિકાસ શાંતિલાલ અઘેરા, સતિષ જીવરાજ રબારા, ધવલ ભગવાનજી મારડીયા, હસમુખ અંબાવી માણાવદરીયા, તુષાર રવજી વાછાણીને ઝડપી પાડી કુલ રોકડ રૂ. 58,500નો મુદામાલ કબ્જે કર્યો હતો.
બીજા દરોડામાં 2.70 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
બીજા દરોડામાં સર્કિટ હાઉસની સામેની શેરીમાં આવેલ તક્ષશીલાએપાર્ટમેન્ટમાં બ્લોક નં. બી-221માં રહેતા હિતેષ મહેન્દ્ર મહેતાના ફલેટમાં ચાલતી જુગાર કલબમાં ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી હિતેષ મહેતા, નાર માંડર વકાતર, અમીષ કિશોર જોશી, ચંદ્ર લીલાધર શાહ, સંજય ગોપાલજી ઉદાણી, નિલેશ લાલજી ભોગાયતા અને ભાવેશ મનસુખ ભોગાયતાને ઝડપી પાડી રોકડ અને મોબાઇલ મળી રૂ.2.70 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.
આંગડીયા પેઢીયાના કર્મચારીઓને ઝડપી પાડ્યા
ત્રીજા દરોડામાં સોનીબજાર મેઇન રોડ પર આવેલ આભુષણ કોમ્પલેક્ષના ત્રીજા માળે દુકાન નં. 59માં ચાલતા જુગારધામમાં એ ડીવીઝન પોલીસે દરોડો પાડી અલગ અલગ આંગડીયા પેઢીયાના કર્મચારીઓને ઝડપી પાડ્યા હતા જેમાં વિનોદ ડાયા પટેલ, જશવંત બાસુરજી ઠાકોર, મહિપતસિંહ હનુભા જાડેજા અને વિક્રમસિંહ મેરૂજી ઝાલાને રૂ.33,600ની રોકડ સાથે પકડી પાડયા હતા.
સ્ટ્રીટ લાઈટનાં અજવાળે જુગાર રમતા આરોપીઓ ઝડપાયા
ચોથા દરોડામાં નટરાજનગરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં પતા રમતા કાના હાજા ઓડેદરા, કેયુર ચીમન પારેખ, પ્રદિપ ભાઇજી જોશી અને નિલેશ મનોહર પાટડીયાને દબોચી 16,680ની રોકડ કબ્જે કરી હતી. જ્યારે અન્ય એક દરોડામાં સરધારથી ખારચીયા રોડ પર આવેલ શ્રીરામ ફેકટરીની બાજુમાં જાહેરમાં જુગાર રમતા મહેશ હંસરાજ ખુંટ, જયેશ બાબુ સાયજી, કનુ બચુ પરમાર, નિકુંજ ભરત ખોરીયા, કૌશિક રમેશ ઢાંકેચા અને મહેશ સરદાર બારૈયાને ઝડપી પાડી 13,900ની રોકડ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
.