બોટાદએક કલાક પેહલા
- કૉપી લિંક
ગઢડા તાલુકાના રામપરા ગામેથી બાતમીના આધારે ગઢડા પોલીસે આજે સાંજના સમયે રેડ કરી જુદી જુદી બ્રાન્ડની દારૂની 72 બોટલ કિંમત રૂપિયા 27,000 સાથે આરોપીને પકડી પાડ્યો હતો અને પ્રોહીએક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

આ અંગે પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર ગઢડા પોલીસને મળેલી બાતમીના આધારે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના રામપરા ગામે એક પ્લોટમાં કિરણ દિલીપભાઇ ઝરમરીયા ઉવ.22 જે રામપરા ગામે દારૂનો જથ્થો સંતાડી ગેરકાયદેસર હેરાફેરી કરવામાં આવતી હોવાનું તથા ગેરકાયદે વેચાણ કરતા હોવાની બાતમી મળતાં ગઢડા પોલીસે આજે સાંજના રામપરા ગામે પહોંચી બાતમીવાળી જગ્યા પર તપાસ કરતા ખાલી પ્લોટમાં કપાસની સાંઠીઓ નિચે તપાસ કરતા 72 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો.

જ્યારે સ્થળ પર રહેલ દિલીપ ઝરમરીયા ભાગવા જતાં પોલીસે ઝડપી લઈનેઉલટ પૂછપરછ કરતા જણાવ્યું હતું કે, રામપરા ગામે રહેતા રઘુભાઇ વિરજીભાઈ જમોડ સાથે ભાગમાં ધંધો કરે છે અને દારૂ વેચાણ માટે ગાળા ગામના આલકુ રાણીંગભાઇ ગોવાળીયા પાસેથી મંગાવેલ હોવાનું પોલીસને જણાવ્યું હતું. આ મુદ્દે પોલીસે આરોપીને પ્રોહી મુદ્દામાલ સાથે પકડી ગુન્હો કરવામા એકબીજાને મદદગારી કરેલ હોય જેથી ત્રણેય શખ્સો તેમજ તપાસમાં ખુલે તે તમામ સામે પ્રોહી એક્ટ કલમ-65(ઇ), 116(બી), 81 મુજબ ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.