Police find 8 missing children from Limkheda and Devgarh Bariama within hours | લીમખેડા અને દેવગઢ બારીઆમાથી ગુમ થયેલા 8 બાળકોને પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢતા હાશકારો

Spread the love

દાહોદ38 મિનિટ પેહલા

  • કૉપી લિંક

દાહોદ જિલ્લાના લીમખેડા તેમજ દેવગઢ બારીઆ વિસ્તારમાંથી મળી કુલ આઠ બાળકો ગુમ થયાની જાણવા જાેગ જે તે પોલીસ મથકે નોંધાઈ હતી. ત્યારે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ દાહોદ જિલ્લા પોલીસવડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ દ્વારા આ બાળકોની શોધખોળના ચક્રોગતિમાન કરતાં પોલીસે ચોવીસ કલાકની અંદર આઠેય બાળકોને શોધી કાઢી તેઓના વાલી વારસ સાથે મીલન કરાવ્યું હતું.

પોલીસમાં જાણકારી આપવામા આવી હતી
દાહોદ જિલ્લામાંથી એકજ દિવસમાં આઠ બાળકોને દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં શોધી કાઢી તેઓના વાલી વારસને સુપરત કરવામાં આવ્યાં છે. જેમાં ગઈકાલે લીમખેડા એકલવ્ય મોડેલ સ્કુલમાં ત્રણ ધોરણ 10 માં અભ્યાસ કરતાં હતાં અને બે બાળકો ધોરણ 9 માં અભ્યાસ કરતાં હતાં. આ બાળકો ગતરોજ વહેલી સવારે કોઈને કહ્યાં વગર ક્યાંક ચાલી નીકળ્યાં હતાં. આ અંગેની જાણ તેઓના વાલી વારસ તેમજ લીમખેડાની એકલવ્ય મોડેલ સ્કુલના સત્તાધિશો દ્વારા લીમખેડા પોલીસ મથકે જાણ કરવામા આવી હતી. ત્યારે બીજી તરફ દેવગઢ બારીઆ તાલુકામાં રહેતી એકજ પરિવારની 3 બાળકીઓ ઘરેથી કોઈને કહ્યાં વગર નીકળી ગઈ હતી. આ બંન્ને બનાવોમાં કુલ 8 બાળકો ગુમ થયાંની મીસીંગ કમ્પલેઈન લીમખેડા અને દેવગઢ બારીઆ પોલીસ મથકે નોંધાંવા પામી હતી.

એસપીએ 6 તપાસ ટીમો બનાવી
આ અંગેની જાણ દાહોદ જિલ્લા પોલીસ વડાને થતાં પોલીસ વડા દ્વારા આ ઘટનાને ગંભીરતાથી લીધી હતી. કારણ કે, થોડા દિવસો પહેલા દાહોદ શહેરમાંથી બાળકોની તસ્કરી કરતી ગેંગ પકડાઈ હતી અને અગાઉ પણ બાળકોના મીસીંગ અંગેના બનાવો બનવા પામ્યા હતા.જેને ધ્યાનમાં લઈ બાળકો ખોટા હાથમાં ન આવી જાય, ખોટુ પગલું ન લઈ લે, એટલા દુર ન જતાં રહે કે શોધવા મુશ્કેલ બને.જેથી જિલ્લા પોલીસ વડા દ્વારા 6 જુદી જુદી ટીમો બનાવી આ આઠેય બાળકોને શોધી કાઢવા સ ટીમોને માર્ગદર્શન અને સુચના આપતાં ટીમો દ્વારા બાળકોને શોધી કાઢવા માટે ચક્રોગતિમાન કર્યા હતાં. પોલીસની ટીમો દ્વારા બાળકોને શોધી કાઢવા માટે સીસીટીવી ફુટેજ તેમજ હ્યુમન સોર્સના માધ્યમથી બસ સ્ટેશનો, મંદિરો, પ્રવાસન સ્થળો, હાટ બજારમાં આવતાં માણસોને ગુમ થયેલ બાળકોના ફોટા તેમજ વર્ણનથી વાકેફ કરી હકીકત મેળવવા સંપુર્ણ પ્રયત્નો હાથ ધર્યા હતા તેમજ નદી, નાળા, કુવા, કોતરો તેમજ જંગલના અંતરિયાળ વિસ્તારોમાં પણ ટીમો દ્વારા તપાસ હાથ ધરી હતી.

બસ સ્ટેશન, પાવાગઢ અને બજારમાંથી બાળકો મળી આવ્યા
ત્યારે આ તમામ પ્રયાસોમાં પોલીસને સફળતા મળી હતી. આ 8 બાળકો પૈકી જેમાં લીમખેડાના એકલવ્ય મોડેલ સ્કુલમાંથી બાળકો ગુમ થયાં હતાં તે બાળકો પૈકી બે બાળકોને દાહોદ બસ સ્ટેશન અને ત્રણ બાળકોને ત્રણ બાળકોને લીમખેડા બજારમાંથી શોધી કાઢ્યાં હતાં. ત્યારે દેવગઢ બારીઆ તાલુકા વિસ્તારની એકજ પરિવારની ત્રણ બાળકીઓને પાવાગઢ વિસ્તારમાંથી શોધી કાઢવામાં આવી હતી. આ તમામ બાળકોને તેઓના વાલી વારસને સોંપી દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ઉમદા ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.

​​​​​​​

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *