રાજકોટ36 મિનિટ પેહલા
- કૉપી લિંક
રાજકોટ શહેરમાં દિવસેને સાયબર માફીયાઓ બેહામ બન્યા હોય તેમ યેન-કેન પ્રકારે લોકો સાથે છેતરપીંડી કરી ઓનલાઇન રૂપિયા પડાવતાં હોય છે. ત્યારે વધુ આઠ લોકો સાથે થયેલ ઓનલાઇન છેતરપીંડીના ગુનામાં પોલીસે ટેક્નિકલ એનાલિસિસ મદદથી અરજદારોને ઓનલાઇન ફ્રોડમાં ગયેલ રકમ પૈકીની 1.02 લાખ રૂપિયા રકમ પરત અપાવી કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ શહેર બી.ડીવીઝન પોલીસ સ્ટેશનની નાણાકીય ફ્રોડ ડિટેકશન ટિમ દ્વારા કુલ સાત અરજદારોને ફ્રોડમાં ગયેલા 82,000 રૂપિયા પરત અપાવવામાં આવ્યા છે જેમાં અંકીતભાઈ મારડીયાના SBI બેંકનું ક્રેડીટ કાર્ડ ધરાવતા હોય જે કાર્ડ બંધ હોવા છતાં પણ સાયબર માફીયાએ ફોન કરી અરજદારને ક્રેડીટકાર્ડ ચાલુ કરાવવા સમજાવી ચાલુ કરાવી OTP મેળવી રૂ.49760 ઉપાડી લીધેલ હતા. જયારે બીજા બનાવમાં નૈનીશભાઈ પુજારીએ ગુગલ પર ટ્રેક ઓન કટીયર સર્ચ કરેલ જેથી પ્રોસેસના બહાને કવીક સપોર્ટની એપ ડાઉનલોડ કરાવી તેમની સાથે રૂ.20240ની છેતરપીંડી આચરી હતી.
જયારે પ્રતિકગીરી ગૌસ્વામીના એકસીસ બેંકમાં પાસબુકની પ્રિન્ટ કઢાવ્યા બાદ થોડાક સમયમાં બેંક એકાઉન્ટમાંથી રૂ.19970 ઉપડી ગયેલા હતાં. અને વૈશાલીબેન ભેડાને ઘરબેઠા નટરાજ પેન્સીલ પેંકીંગ કરી કમાણી કરવાની ઇન્સ્ટાગ્રામ મારફતે લાલચ આપી રૂ.2550ની રકમ ઉપડી ગયેલ હતી. તેમજ અપરણિત યુવકને મેરેજ બ્યુરોના નામે ફોન કરી બેંક ખાતામાં ઓનલાઈન રૂ.2651 પોતાના ખાતામાં જમા કરાવેલ હતા.
જયારે અન્ય બે બનાવમાં પિયુષભાઈ પોંકીયાએ કોટક મહીદ્રા બેંકમાં ખાતુ ખોલવા માટે ગુગલમાં સર્ચ કરતાં અરજદારને ખાતુ ખોલવાની ફી પેટે રૂ.600 પડાવી લેવામાં આવ્યા હતાં. જયારે અર્ચનાબેન પાણખદીયા ઓનલાઈન એપમાંથી ખરીદી કરવા જતાં રૂ.2948ની છેતરપીંડી થયેલ હતીં. જે અંગેની અરજીઓના આધારે બી.ડીવીઝન પોલીસ ટેકનીકલ એનાલીસીસ કરી અરજદારની ફ્રોડમાં ગયેલ રકમમાંથી રૂ.82 હજાર પરત કરાવેલ છે.
આ ઉપરાંત અન્ય એક અરજદારને ફોનમાં મેસેજ આવેલ હતો અને તેમાં ઓનલાઈન શોપીંગ જાહેરાત આવેલ બાદ તે મારફતે અરજદારે પોતાના ક્રેડીટકાર્ડની માહિતી નાખેલ બાદમાં સાયબર માફીયાના ફોન આવેલ અને તેના ઓટીપી મેળવી વેબસાઈટમાં નાંખતા જ અરજદારના ક્રેડીટકાર્ડમાંથી રૂ.20 હજાર ઉપડી ગયેલ હતા. જે અંગેની અરજીના આધારે ગાંધીગ્રામ પોલીસે ઓનલાઇન ફ્રોડમાં ગયેલ તમામ રકમ રૂપિયા 20,000 પરત અપાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
.