રાજકોટ9 મિનિટ પેહલા
- કૉપી લિંક
જુલાઈ મહિના બાદ ઓગસ્ટ મહિનાની શરૂઆત થતા બીજા સપ્તાહની શરૂઆતથી PGVCL દ્વારા દરોડા કામગીરી શરૂ કરવામાં આવી છે. આજે ફરી રાજકોટ શહેરમાં વહેલી સવારથી સતત ચોથા દિવસે PGVCLની કોર્પોરેટ ટીમ દ્વારા રાજકોટ સિટી સર્કલ ડિવિઝન-2 હેઠળ બેડીનાકા અને પ્રદ્યુમનનગર સબ ડિવિઝનના વિસ્તારમાં અલગ અલગ 36 ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 3 દિવસમાં 79.32 લાખથી વધુની વીજચોરી ઝડપી પાડવામાં આવી છે. જ્યારે જુલાઈ મહિનામાં 1 કરોડથી વધુની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી.

36 ટીમો દ્વારા 4 ફિડરો ફિડર આવરી ચેકિંગ
રાજકોટ શહેરી વિસ્તારમાં વીજ ચેકિંગ અંગે સઘન ઝૂંબેશ હાથ ધરવામાં આવી રહી છે. જુલાઈ મહિના બાદ ઓગસ્ટ મહિનાની શરૂઆત થતા બીજા સપ્તાહની શરૂઆત થતાની સાથે જ રાજકોટ શહેરી વિસ્તારમાં સતત ચોથા દિવસે વહેલી સવારથી આજે અલગ અલગ 36 ટીમો દ્વારા પરસાણાનગર, ભીસ્તીવાડ, તોપ ખાના, કીટીપરા, ગાયકવાડી, નહેરુનગર, શિવપરા, ભક્તિનગર અને શ્યામનગર સહિતના વિસ્તારમાં વીજચોરી ઝડપી પાડવા કવાયત શરૂ કરવામાં આવી છે. જેમાં કુલ 4 ફિડરો આવરી લેવામાં આવ્યા છે. આજની ચેકિંગ ડ્રાઇવમાં કુલ 4 વીડિયો ગ્રાફર, 13 SRP, 16 નિવૃત આર્મીમેન અને 9 લોકલ પોલીસનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ત્રીજા દિવસે 994માંથી 109 ક્નેક્શનમાં વીજચોરી
જ્યારે છેલ્લા 3 દિવસમાં પ્રથમ દિવસે રાજકોટ શહેર ડિવિઝન-2 અંતર્ગત વિસ્તારમાંથી કુલ 45 ટીમ દ્વારા 961 કનેક્શન ચેક કરી 116 ક્નેક્શનમાંથી 35.26 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી. જ્યારે ગઈકાલે બીજા દિવસે 43 ટીમ દ્વારા 994 કનેક્શન ચેક કરી 109 ક્નેક્શનમાંથી 19.26 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી છે. ગઈકાલે ત્રીજા દિવસે 927 કનેક્શન ચેક કરી 117 ક્નેક્શનમાંથી 24.82 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી.

જૂનમાં 1.30 કરોડથી વધુની વીજચોરી ઝડપાઈ
જુલાઈ મહિના દરમિયાન PGVCLની ટીમ દ્વારા 1 કરોડથી વધુની વીજચોરી ઝડપી પાડવામાં આવી છે. જ્યારે જૂન મહિના દરમિયાન શહેરી વિસ્તારમાં દરોડા પાડી PGVCL દ્વારા 1.30 કરોડથી વધુની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી.
.