તાપી (વ્યારા)એક કલાક પેહલા
- કૉપી લિંક
વ્યારા તાલુકા કસવાવ, ઘેરિયાવાવ અને ઉમરકચ્છ ગામના રહીશોએ તેમનાં વિસ્તારોમાં આવેલા સ્ટોન ક્વોરીઓ બંધ કરવા માટે તાપી જિલ્લા કલેક્ટર સહિત જિલ્લા ભૂસ્તર વિભાગને આવેદનપત્ર આપી તેમની પડતી તકલીફો જણાવી હતી. સાથે માગ કરી હતી કે, તેવોની વ્યથા તંત્ર સમજે અને વહેલી તકે માનવજાતને નુકશાનકારક સ્ટોન ક્વોરીઓ બંધ કરાવવામાં આવે.

તાપી જિલ્લોએ હરિયાળી ધરાવતો જિલ્લો છે. જેમાં મોટા ભાગના લોકો ખેતી અને પશુપાલન કરી પોતાનું શાંતિમય રીતે ગુજરાન ચલાવે છે, પરતું આવી હરિયાળી વિસ્તારમાં વસવાટ કરતાં આદીવાસી લોકોની શાંતિને સ્ટોન ક્વોરીના સંચાલકો અશાંતિ ફેલાવી તેમના જનજીવનને અસર કરી રહ્યાં છે. આ ઘટનાં હાલ પ્રકાશમાં આવી છે જે વ્યારા તાલુકાના કસવાવ, ઘેરિયાવાવ અને ઉમરકચ્છ ગામ રહેતાં આદિવાસી પરિવારોને ઘરોમાં સ્ટોન ક્વોરીમાં થતાં બ્લાસ્ટથી જાણે ગામમાં ઘરતીકંપ આવ્યો હોઈ તેવી અનુભૂતિ થાય છે. ઘરોને નુકસાની પણ થઇ રહી છે.

પશુ, પક્ષી સહિત માનવજાતને આ સ્ટોન ક્વોરીઓથી અસર થઈ રહી હતી. જેથી ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાનો રોષ ઠાલવ્યો હતો. બીજી તરફ આ સ્ટોનક્વોરી માટે જવાબદાર તાપી ભૂસ્તર વિભાગ તંત્રને પણ લેખિત રજૂઆત કરી પોતાની આપવિતી જણાવી આક્રોશ વ્યક્ત કર્યો હતો. તાપી જિલ્લાનું ભૂસ્તર વિભાગ જાણે આ ઘટનાઓ જાણીને અજાણ હોય તેમ ગ્રામજનોની રજૂઆતને ધ્યાનમાં લઈ કાર્યવાહી કરીશું તેવું જણાવી ગ્રામજનોને રવાના કરી દીધા હતાં.

.