સુરત19 મિનિટ પેહલા
- કૉપી લિંક
સુરતમાં કતારગામ ખાતે આવેલી પ્રાણનાથ હોસ્પિટલમાં મોડી રાત્રે દર્દીના 11 જેટલા સગા લિફ્ટમાં ફસાઈ ગયા હતા. આ ઘટનાને પગલે સ્થળ ઉપર અફરાતફરી મચી ગઈ હતી. અંદર ફસાયેલા લોકો ઘબરાય ગયાં હતાં. ઘટના અંગે જાણ કરવામાં આવતા ફાયર જવાનોનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો અને રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી.
ત્રીજા માળે લિફ્ટ અચાનક અટકી
ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ કતારગામ ખાતે આવેલી પ્રાણનાથ હોસ્પિટલમાં ગત મોડી રાત્રે ત્રીજા માળે લિફ્ટ અચાનક અટકી જતા મહિલાઓ અને પુરૂષો સહિત 11 લોકો ફસાઈ ગયા હતા. ઘટનાને પગલે તેઓ એકદમ ઘબરાય ગયા હતા. ઘટનાને પગલે સ્થળ ઉપર અફરાતફરી મચી ગઈ હતી. ઘટના અંગે જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનોનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને રેસ્કયૂની કામગીરી હાથ ધરી હતી.
તમામને સહી સલામત બહાર કાઢ્યા
ફાયર ઓફિસર દિનુ પટેલે જણાવ્યું હતું કે, ઘટના સ્થળ ઉપર પહોંચ્યા બાદ અમારો એક જવાના તાત્કાલિક લિફ્ટ નજીક પહોંચ્યો હતો અને સાધન વડે લિફ્ટનો દરવાજો ખોલીને તમામને સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યા હતા. મળતી માહિતી અનુસાર આ તમામ લોકો હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવેલા દર્દીઓના સગા સંબંધીઓ હતા. એટલું જ નહીં, લિફ્ટમાં માત્ર 7થી 8 લોકોની કેપેસીટી હતી, છતાં 11 લોકો તેમાં જઈ રહ્યા હતા. તેને કારણે ઓવરલોડ થતા લિફ્ટ વચ્ચે જ અટકી ગઈ હતી.
.