વલસાડએક કલાક પેહલા
- કૉપી લિંક
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બીલપુડી ગ્રામ પંચાયત પાસે ત્રાસ રસ્તા નજીક ચાલુ વર્ષે પડેલા ભારે વરસાદને લઈને રસ્તો જર્જરિત બન્યો હતો. હાલ વરસાદ અટકી ગયા બાદ પણ વહીવટી તંત્ર દ્વારા રસ્તાની મરામતની કામગીરી હાથ ન ધરતા રક્ષા બંધનના તહેવાના દિવસે કેટલાક વાહન ચાલકોનું અકસ્માત થતા બચતા જોઈને સ્થાનિક અગ્રણીઓએ તાત્કાલિક સિમેન્ટ રેતી મંગાવી વાહન ચાલકો માટે જોખમી બનેલા ભાગની મરામતની કામગીરી હાથ ધરીને રક્ષા બંધનની ઉજવણી કરી હતી. વર્ષ દરમ્યાન કોઈ બહેનના ભાઈને અકસ્માત ન નડે તે રીતે જર્જરિત માર્ગ રીપેરીંગ કરવામાં આવ્યો હતો.
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં પડેલા મુશળધાર વરસાદને લઈને તાલુકાના મુખ્ય રસ્તાઓ બિસ્માર બન્યા હતા. ધરમપુર તાલુકાના બીલપુડી ગ્રામ પંચાયત પાસે ત્રણ રસ્તા પાસે રસ્તો જર્જરિત બન્યો હતો. જેને લઈને સ્થાનિક લોકોએ જર્જરિત રસ્તાની રીપેરીંગ કામગીરી હાથ ધરવાનો અગ્રણીઓએ નિર્ણય કર્યો હતો. જેને લઈને સ્થાનિક લોકોએ કોઈ વાહન ચાલકનું અકસ્માત ન થાય તે માટે બીલપુડી ગ્રામ પંચાયત પાસે આવેલા ત્રણ રસ્તા પાસે રસ્તાનું રીપેરીંગ કામગીરી હાથ ધરી હતી. રક્ષા બંધનના પર્વને લઈને કોઈ બહેનના ભાઈનું બીલપુડી ગ્રામ પંચાયત પાસે અકસ્માતમાં ઘાયલ ન થાય તે માટે રસ્તાનું રીપેરીંગ કામગીરી હાથ ધરી હતી. મેઘરાજાએ વિરામ લેતા વહીવટી તંત્ર દ્વારા ધરમપુર તાલુકાના જર્જરિત અને બિસ્માર રસ્તાની કામગીરી હાથ ન ધરતા સ્થાનિક લોકોએ કામગીરી હાથ ધરતા વાહન ચાલકોને બીલપુડી ત્રણ રસ્તા પાસેથી બિસ્માર માર્ગમાંથી રાહત મળશે.