મહેસાણા34 મિનિટ પેહલા
- કૉપી લિંક
- પ્રગતિનગર, સ્વસ્તિક, શિવમ, સંકેત અને બાલાજી રેસીડેન્સી સુધી રાત્રે તોફાન મચાવ્યું
- ગાયની અડફેટે ચડેલા ચારથી પાંચ જણાને ઇજા, એક કેનાલમાં પડ્યો
મહેસાણાના તાવડિયા રોડ પર પ્રગતિનગર સોસાયટી અને તેની આજુબાજુના વિસ્તારની ચાર-પાંચ સોસાયટીઓના રહીશો અને રાહદારીઓને ગાયે અડફેટે લઇ રવિવારે આતંક મચાવ્યો હતો. જેમાં ચારથી પાંચ જણાને ઇજા પહોંચાડી હતી. આ ગાયને સ્થાનિકોએ મહામહેનતે દોરડાથી પકડી રામદેવ પીરના મંદિર પાસે થાંભલે બાંધી દીધી હતી. રાત્રે દસ વાગે સામાજિક કાર્યકર જયંતિલાલ વાણિયાએ ડિઝાસ્ટર કંટ્રોલરૂમને ફોનથી જાણ કરતાં સોમવારે નગરપાલિકાની ટીમે આવી ગાયને લઇ જતાં વિસ્તારના રહીશોએ હાશકારો અનુભવ્યો હતો.
તાવડિયા રોડ વિસ્તારના જયંતિલાલ વાણિયાએ કહ્યું કે, રાત્રે દોડાદોડ કરતી ગાય લોકોને શિંગડા ભીડાવાની કોશિશ કરતી હોઇ ડરના માર્યે આખો રસ્તો ખાલી થઇ ગયો હતો. આ દરમ્યાન ત્રણ-ચાર જણાને અડફેટે લેતાં પડી પણ ગયા હતા.
18 ઢોર પકડ્યા, 5 ગાય દંડ ભરી પશુમાલિક છોડાવી ગયા
શહેરમાં રખડતાં ઢોર પકડવાની ઝુંબેશ દરમ્યાન નગરપાલિકા એજન્સીરાહે અશોકા હોટલ રોડ, વિસનગર રોડ, મોઢેરા રોડ, રાધનપુર રોડ, ટીબી રોડ, સોમનાથ રોડ અને પરા વિસ્તારમાંથી રખડતી 13 ગાય અને 5 આખલા મળી કુલ 18 ઢોર પકડી ડબ્બે પૂર્યા હતા. જેમાં પાંચ ગાયો પશુમાલિકો દંડ ભરીને છોડાવી ગયા હતા.
.