સુરત32 મિનિટ પેહલા
- કૉપી લિંક
- 40 વર્ષ પહેલાં પાઠશાળાના મંડાણ કર્યા
શ્રી રાજેન્દ્રસુરી આરાધના ભવન અડાજણ ખાતે અનેકાન્તલત્તાશ્રીજી આદિ ઠાણાની નિશ્રામાં અમીધારા વાડીમાં બાળકોનું સંમેલન યોજાયું હતું. સાધ્વીજીએ જણાવ્યું હતું કે દોષોને દૂર કરવા ગુણોને ગ્રહણ કરવા પાઠશાળા અને ગુરુ પ્રત્યે કનેક્શન કરવું ખૂબ જ જરૂરી છે. સ્કૂલ-કોલેજોમાં ફક્ત ડિગ્રી મળે છે જ્યારે અહીં સંસ્કાર અને સભ્યતાના આચરણના પાઠ મળે છે.
સંઘ પ્રમુખ નિતીનભાઈ અદાણીએ ધાર્મિક સંસ્કાર અને સંસ્કૃતિ પ્રત્યે જાગૃતતા લાવવા પર ખાસ ભાર મૂક્યો હતો. નાના નાના 28 ભુલકાઓએ પાઠશાળા, તીર્થરક્ષા, સાધાર્મિક ભક્તિ વગેરેની સ્પીચ રજૂ કરી હતી. ધર્મની આરાધના અને નિયમોનું પાલન કરનાર બાળ શ્રાવકોનું વિશિષ્ટ બહુમાન કરાયું હતું.
તેમજ દરેક બાળકોને ઇનામ આપ્યા હતા. આજે આ પાઠશાળા વટવૃક્ષ બની રહી છે તેનુ મૂળ શ્રી સંઘ, પરિષદ, પાઠશાળા કમિટી, ગુરૂજનો અને દાતાઓ રસ દાખવીને બાળકોની પ્રગતિ માટે ઊંડાણપૂર્વક પ્રયાસ કરી રહ્યા છે. સંઘના તમામ ભાઈ બહેનો આર્યવેશમાં, સમયસર પધારીને ઊત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
જયંતસેનસુરીજીએ બાળકોમાં સંસ્કાર અને આરાધના અર્થે તેમના શુભહસ્તે 40 વર્ષ પહેલાં વેડ દરવાજા, શ્રીમદ્ યતિન્દ્રસુરી પાઠશાળાના મંડાણ કર્યા હતા.જેમાંથી પાઠશાળાના 40 બાળકોએ સંયમ માર્ગે પ્રયાણ કર્યું છે. જેમાં 14 પાઠશાળામાં 850 બાળકોને 45 ગુરુજનો દ્વારા ઉત્તમ જ્ઞાનઅભ્યાસ સંસ્કરણ કરાઈ રહ્યું છે.
.