વડોદરા37 મિનિટ પેહલા
- કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર
- ખોડિયારનગર ક્રિષ્ટલ હબમાં દુકાન બુક કરી હતી
- દુકાન આપવાના નામે 11 લાખ પડાવ્યા
વાઘોડિયા રોડના પાણીપુરીવાળાએ કેયા બિલ્ટેક એલએલપી નામની પેઢીના ભાગીદારોને રૂા.11 લાખ ક્રિસ્ટલ પ્રમુખ કોમર્સીયલ હબમાં દુકાન મેળવવા આપ્યા હતા પણ દુકાન પણ આપી ન હતી કે દસ્તાવેજ પણ કરી આપ્યો ન હતો. પાણીપુરીવાળાએ બાપોદ પોલીસ મથકે મનીશ પટેલ અને તેની પત્ની સામે ફરિયાદ નોંધાવી હતી. બાપોદ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના વાઘોડિયા રોડ પર સુરેશ પાર્ક સોસાયટીમાં રહેતાંમયુર ચંદુભાઈ માછીએ કેયા રીયાલીટી નામની પેઢીના ભાગીદાર દંપતિ મનિષ પટેલ અને રૂપલ પટેલ (બંને રહે, સિલ્વર પાર્ક, કરોડીયા રોડ, વડોદરા) સામે રૂપિયા 11,01,000 લાખની છેતરપિંડીની ફરિયાદ બાપોદ પોલીસ મથકમાં નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓની ખોડીયાર નગર ખાતે આવેલી ક્રિષ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબ નામની સાઇટમાં રૂપિયા 14.35 લાખમાં દુકાન બુક કરાવી હતી. અને તે પેટે તેઓએ રોકડ તેમજ ચેકથી રૂપિયા 11 લાખ ચૂકવ્યા હતા. ઠગ દંપતિએ સમય મર્યાદામાં દુકાન ન આપી છેતરપિંડી કરી છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે ‘ક્રિસ્ટલ પ્રમુખ કોમર્સીયલ હબમાં દુકાન મેળવવા માટે દુકાન રૂા.14.35 લાખમાં બુક કરાવી હતી, તે પેટે રૂા.11 લાખ ચેક અને રોકડેથી ચુકવ્યા હતા. આમ છતાં બિલ્ડર મનીષ પટેલ અને તેની પત્ની રૂપલબેન પટેલે દસ્તાવેજ કરી આપ્યો ન હતો અને દસ્તાવેજ પણ કરી આપ્યો ન હતો. મનીષ પટેલે વિશ્વાસઘાત કરી છેતરપીંડી કરી હતી. અત્રે નોંધનીય છે કે ‘ મનીષ અને તેની પત્ની સામે અગાઉ પણ છેતરપીંડીની અનેક ફરિયાદો થયેલી છે.
.