આદિપુર7 મિનિટ પેહલા
- કૉપી લિંક
- ગાંધીધામ સંકુલના લોકોના સ્વાસ્થ્ય સાથે ચેંડા
- એક જ નામે 5થી વધુ દુકાનો ચાલે છે, ફાર્મસીસ્ટ તો હોતો જ નથી
મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓ તનતોડ મહેનત કરી અભ્યાસ કરે છે અને ડોક્ટર નર્સિંગ કે ફાર્માસિસ્ટનો અભ્યાસ કર્યા પછી પોતાની કાર્યકર્દી આગળ વધારે છે પરંતુ આટલો લાંબો અભ્યાસ અને મહેનતની પરવાહ કર્યા વગર સંકુલમાં બિલાડીની ટોપની માફક સોથી વધુ મેડિકલ સ્ટોર્સ એવા છે જેને કોઈ પરવાનગી જ નથી મળી છતાં ભર બજારમાં ધમ ધમી રહ્યા છે.
નવાઈની વાત તો એ છે કે તે મેડિકલ સ્ટોર્સમાં ન તો કોઈ ફાર્માસિસ્ટ બેસે છે કે નથી કોઈ લાયસન્સ હોતું અને જેને પાસે લાયસન્સ છે તે એક જ નામે એક થી વધુ મેડિકલ સ્ટોર્સ માં જોવા મળતા હોય છે એટલે કે એક જ નામનો ઉપયોગ કરી એક થી વધુ મેડિકલ ખોલી નાખવામાં આવેલા છે ત્યારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ની કામગીરી પ્રત્યે અને પ્રશ્નો પણ ઊભા થયા છે.
અંગે સૂત્રોએ માહિતી આપતા જણાવ્યું હતું કે સંકુલમાં હાલે લોકોના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ કરવા 100થી વધુ મેડિકલ સ્ટોર્સ કોઈપણ જાતના પરવાનગી વગર ધમધમી રહ્યા છે જે માટે ન તો નગરપાલિકા પાસે ગુમાસ્તારાનું લાયસન્સ લેવામાં આવે છે કે ન તો ફ્રૂટ એન્ડ ડ્રગ વિભાગની પરવાનગી મેળવે છે. બિલાડીની ટોપની માફક જેમ દેશી દારૂના હાટડા ધમધમતા હોય તે રીતે ખૂણેખાચે ગમે ત્યાં મેડિકલ ખોલી નાખવામાં આવે છે. વળી એક જ ફાર્મસીસ ના નામનો લાયસન્સ પાંચથી વધુ મેડિકલ સ્ટોર્સમાં લાગેલા જોવા મળી રહ્યા છે.
તો બીજી તરફ આ બાબતે હજુ સુધી ક્યારેય પણ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા કોઈપણ પ્રકારની ચેકિંગ કરવામાં નથી આવી કારણકે રાજકીય અને મોટા માથાઓ સાથે સેટિંગ હોવાના કારણે મેડિકલ સ્ટોર્સ પગ રાખતા પણ ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓ ડેરી રહ્યા હોવાના આક્ષેપો પણ ઉઠી રહ્યા છે ખરેખર જો નિષ્પક્ષ રીતે તપાસ ક રવામાં આવે તો સંકુલમાં હાલે ધમધમતા મોટા ભાગના મેડિકલ સ્ટોર્સ ના શટર પડી જાય તેમ છે પરંતુ આવી તપાસ કરે કોણ તે પણ મોટો પ્રશ્ન છે.
તો બીજી તરફ એવી પણ વાત સામે આવે છે કે કોઈ નવા કે શિખાઉ વ્યક્તિને મેડિકલ સ્ટોર્સ પર રાખી મેડિકલ ધમધમતો કરી મૂકવામાં આવે છે ખરેખર નિયમ મુજબ મેડિકલ સ્ટોરમાં ફાર્માસિસ્ટને બેસવું ફરજિયાત છે કારણ કે દવાનું સ્ક્રિપ્શન વાંચવું અને દવાનું યોગ્ય રીતે વેચાણ કરવું તે માત્ર ફાર્મસિસ્ટ જ જાણી શકે છે અને તેની અમુક જવાબદારીઓ પણ બનતી હોય છે.
પરંતુ આવી કોઈપણ પ્રકારની જવાબદારી કે ભણતરનો ભાર સહન કર્યા વગર શીખઉ વ્યક્તિને મેડિકલ સ્ટોર્સ નું સંચાલન કરવા રાખી દેવામાં આવતો હોવાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ખીલવાડ થઈ રહ્યું છે પરંતુ લોકો પણ અજાણતામાં આવા મેડિકલ સ્ટોર્સ ના સંચાલક પાસેથી કોઈપણ જાતના પ્રિસ્ક્રિપ્શન વગર દવા લઈ લેતા હોય છે જેના કારણે ગંભીર અસરો થતી હોવાનું પણ સૂત્રોએ જણાવ્યું છે.
દિવાળી લેવા માટે ચેકીંગનું નાટક કરવામાંઆવેછે!
અંગે મેડિકલ વિભાગ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ દર વખતે દિવાળીના મેડિકલ વિભાગ સાથે વ્યવહાર કરવામાં આવતો હોય છે જેમાં ગાંધીધામના મેડિકલ ઓફિસર ઉપરાંત ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અમુક અધિકારીઓ ચેકિંગના નામે મેડિકલ સ્ટોર પર આવે છે અને તેનો બાંધેલો વેવાર લઈ જતા હોય છે ત્યારે હવે દિવાળી નજીક આવી રહી છે ત્યારે ફરી ચેકિંગના બહાના હેઠળ એક નાટક રચવામાં આવશે અને દિવાળી નો વ્યવહાર થશે તેવું જાણવા મળ્યું હતું.
તો બીજી તરફ એવા આક્ષેપો પણ ઉઠ્યા હતા કે શું ઉપરી અધિકારીઓ ને મોતીયો આવ્યો છે કે આટલો બધો ભ્રષ્ટાચાર ચાલતો હોવા છતાં તેમના દ્વારા હજી સુધી એક પણ વખત કોઈ કડક કાર્યવાહી કરવામાં નથી આવી આ બાબતે કાર્યવાહી થવી જ જોઈએ તેવું જાગૃત નાગરિકો જણાવી રહ્યા હતા.
ભગવાન ના નામે ચાલતા મેડિકલ સ્ટોર 11 થી વધુ
આ અંગે મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા અંગત સૂત્રોએ આક્ષેપો સાથે જ જણાવ્યું હતું કે ભગવાન ના નામે આદિપુર ગાંધીધામ અને અંજાર વિસ્તારમાં 11 થી વધુ મેડિકલ એવા છે જે એક જ નામે ધમધમી રહ્યા છે પરંતુ તેના ઉપર હજુ સુધી એક પણ વખત કાર્યવાહી નથી થઈ રાજકીય પીઠબળ હોવાના કારણે તેના ઉપર કાર્યવાહી ન થતી હોવાનું અને દિવાળી એ સૌથી મોટો વ્યવહાર આજ મેડિકલ સંચાલક દ્વારા થતો હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે આ બાબતે યોગ્ય તપાસ થાય તે હવે જરૂરી બન્યું હોવાનું પણ જાણવા મળ્યું છે.
.