વડોદરા4 મિનિટ પેહલા
- કૉપી લિંક
ફાઇલ તસવીર
વડોદરા શહેરના ઉત્તર વિભાગમાં એટલે કે, છાણી ગામ સહિતના વિસ્તારમાં તા.26-8-23ને શનિવારે સવારનું પાણી હળવા દબાણ અને મોડેથી આપવામાં આવશે. પાલિકાની કામગીરીના કારણે છાણી ગામ વિસ્તાર અને આસપાસના 50 હજાર લોકોને અસર પહોંચશે. પાલિકા દ્વારા ફિડર લાઇનનું કામ કરવાનું હોવાથી પાણીની સમસ્યા રહેશે. કામગીરી પૂર્ણ થયા બાદ પૂર્વવત પુરવઠો આપવામાં આવશે.
નવીન સંપની કામગીરી હાથ ધરાશે
વડોદરા કોર્પોરેશનના પાણી પુરવઠા વિભાગમાંથી મળેલી માહિતી પ્રમાણે, આજે શહેરના ઉત્તર વિસ્તારમાં છાણી ગામ પાણીની ટાંકી ખાતે હાલની ઊંચી ટાંકીની ડિલિવરી લાઈનમાં બેસાડવાની કામગીરી અને હાલની ફિડરલાઇનનું નવીન સંપની ફિડર લાઈન સાથે જોડવાની કામગીરી શરૂ કરવામાં આવનાર છે. આ કામગીરી આજે પાણી વિતરણ બાદ શરૂ કરવામાં આવનાર છે.
પાણીનો સંગ્રહ રાખવો
જેથી તા.26-8-23ને શનિવારે છાણી ગામ પાણીની ટાંકી ખાતેથી સવારના ઝોનમાં પાણી મેળવતા વિસ્તારોમાં પાણીનું વિતરણ વિલંબથી તથા હળવા દબાણથી કરવામાં આવશે. જેથી આ વિસ્તારના નાગરિકોએ જરૂરી પાણીનો સંગ્રહ કરી લેવા પાલિકા સૂત્રોએ જણાવ્યું છે.
.