Online form not opening for music teacher application! | સંગીત વિષયના શિક્ષકની અરજી માટે ઓન લાઈન ફોર્મ ખૂલતું નથી!

Spread the love

ભુજ33 મિનિટ પેહલા

  • કૉપી લિંક
  • ફિક્સ વેતનથી કરાર આધારિત ભરતી
  • સંગીત શિક્ષકોની ભરતી કરવી નહોતી તો ટાટ પાસ કરાવ્યું શા માટે

ધોરણ 9 અને 10ના ટાટ પાસ શિક્ષકોને 24 હજાર વેતનથી 11 માસના કરારે ભરતી માટે અોન લાઈન ફોર્મ ભરવાના છે. પરંતુ, સંગીત વિષયની અોન લાઈન ફોર્મ ભરવાની સાઈટ ખૂલતી જ નથી, જેથી અરજદારઅે વ્યથા ઠાલવતા પ્રશ્ન કર્યો છે કે, સંગીત શિક્ષકની ભરતી કરવી જ નહોતી તો ટાટ પાસ કરાવ્યું જ શા માટે.

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે તાજેતરમાં જ શિક્ષકોની ભરતી માટે ટાટની લાયકાત મેળવવા પરીક્ષાનું અાયોજન કર્યું હતું. કચ્છમાં કેન્દ્ર ન હોવાથી શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા કચ્છ જિલ્લાના બેરોજગારો કચ્છ બહાર બે બે વખત ટિકિટ ભાડા ખર્ચીને પરીક્ષા અાપવા ગયા હતા. ગ્રેજ્યુઅેશન બાદ બે વર્ષના બી.અેડ. કરનારા માટે અલગ અલગ વિષયની ટાટનું અાયોજન કરાયું હતું, જેમાં સંગીત વિષયની પણ ટાટ લેવાયેલી.

કેટલાકે સંગીત વિષયમાં ટાટ પાસ કર્યું. પરંતુ, હવે ટાટ પાસ માટે 26મી અોગસ્ટથી 4થી સપ્ટેમ્બર સુધી અોન લાઈન ફોર્મ ભરવાની લીંક અપાઈ છે, જેમાં સંગીત વિષયમાં ટાટ કરનારા માટે સાઈટ ખૂલતી જ નથી! દિવ્યાંગો માટે સંગીત વિષયના શિક્ષક સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી હોતો. દિવ્યાંગો ક્યાં જાય શું કરે. સંગીત શિક્ષકોની ભરતી કરવી નહોતી તો ટાટ પાસ કરાવ્યું શા માટે તેવી રાવ અરજદારોમાંથી ઉઠી રહી છે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *