One year imprisonment and a fine of Rs.2,04,755 to defaulter member of Swami Vivekananda Credit Co.Operative Society | સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના ડિફોલ્ટર સભાસદને એક વર્ષની જેલની સજા અને રૂ.2,04,755ની રકમનો દંડ

Spread the love

જામનગરએક કલાક પેહલા

  • કૉપી લિંક

સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના સભાસદ અને જામનગરના રહેવાસી કુલદીપ શ્યામકિશોર મિશ્રાએ ધંધા માટે સોસાયટીમાંથી લોન લીધેલ હતી. આ લોન ભરપાઈ કરવા આરોપીએ ચેક આપેલ અને સોસાયટીએ ચેક બેંકમાં ડિપોઝીટ કરતા ચેક રીટર્ન થયો હતો. જેથી સોસાયટીના વકીલ દ્વારા કાયદેસરની નોટીસ આપવામાં આવેલ તેમ છત્તા સોસાયટીના ચેક મુજબની રકમનું લેણું ભરાયેલ ન હોય તેથી નેગોશીએબલ ઈન્સટ્રુમેન્ટ એક્ટ – 138 અન્વયે આરોપી વિરુધ કોર્ટ સમક્ષ ફરીયાદ દાખલ કરેલ હતી અને સમન્સ મળતા આરોપી કોર્ટ સમક્ષ હાજર થયેલ હતો.

કોર્ટમાં કેસ આગળ ચાલતા આ કામના આરોપીને ક્રિમીનલ પ્રોસીઝર કોડની કલમ 255 (2) મુજબ ધી નેગોશીએબલ ઈન્સટ્રુમેન્ટ એક્ટ 138 અન્વયે આરોપીને તકસીરવાન ઠરાવવામાં આવેલ હતો અને આરોપીને 1(એક) વર્ષની જેલની સજા તેમજ વાદગ્રસ્ત ચેકની રકમ રૂ. 2,04,755- નો દંડનો હુકમ કોર્ટ દ્વારા કરવામાં આવેલ છે. આ કેસમાં ફરીયાદી તરફે વકીલ મિતેષભાઈ એલ.પટેલ. મણીલાલ જી.કાલસરીયા, , ગૌરાંગભાઈ જી. મુંજપરા, હરજીવનભાઈ એમ.ધામેલીયા,જયદીપસિંહ જાડેજા રોકાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *